આખરે “બાપુની છુકછુક ગાડી” હંમેશા માટે હવે બંધ, બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન પર લાગ્યું પૂર્ણ વિરામ

આખરે "બાપુની છુકછુક ગાડી" હંમેશા માટે હવે બંધ, બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન પર લાગ્યું પૂર્ણ વિરામ

એક શતક જુની ટ્રેન બંધ થવા સાથે ગુજરાતની 11 નેરોગેજ ટ્રેન પણ બંધ કરી દેવાઈ, આદીવાસીઓને શહેરીજનોની રહેણીકરણીથી રૂબરૂ કરાવવા માટે ગાયકવાડ સ્ટેટે આ ટ્રેન શરૂ કરાવેલી

દક્ષિણ ગુજરાતની આદીવાસી હોય કે આમ જનતા તમામ સાથે દિલનો સંબંધ બાંધીને દોડતી તેમની છુકછુક ગાડી હવે કાયમ માટે બંધ કરી દેવાઈ છે. પુરતી આવક ન થતી હોવાથી તેમજ તેનો નિભાવ ખર્ચ વધરા પડતો આવતો હોવાને લઈને તેના પાટીયા પાડી દીધા છે.

રેલવે બોર્ડ દ્વારા આ સાથે 11 જેટલી અન્ય નેરોગેજ ટ્રેનને પણ બંધ કરી દેવામાં આવી છે. આ ટ્રેન ડુંગરાળ પ્રદેશના અંતરિયાળ વિસ્તારને શહેરી વિસ્તાર સાથે જોડતી હોય અને ઐતિહાસિક ધરોહર હોય તે ચાલુ રાખવામાં આવી હતી પરંતુ હાલ કોરોનાને પગલે છેલ્લા 8 માસથી આ ટ્રેન સદંતર બંધ છે. આ ટ્રેનને કાયમ માટે બંધ કરી દેવાનો સરકારે આખરે નિર્ણય લઈ લીધો છે અને ગુજરાતની કુલ 11 આવી નેરોગેજ લાઈન પર દોડતી ટ્રેન બંધ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં બંધ કરાયેલી 11 નેરોગેજ લાઈન

બીલીમોરા-વઘઈ,

નડિયાદ-ભાદરણ,

અંકલેશ્વર-રાજપીપળા,

બરિયાવી-વડતાલ-સ્વામિનારાયણ,

કોસંબા-ઉમરપાડા,

સમલાયા-ટીમ્બા રોડ,

ઝઘડીયા-નેત્રંગ,

છુછાપુરા ટંખાલા,

છોટાઉદેપુર-જંબુસર,

ચોરંડા-મોટીકોરલ

 ચાંદોદ-માલસર

જણાવી દઈએ કે 105 વર્ષ પૂર્વે ગાયકવાડી સ્ટેટનાં સમયગાળામાં 1915માં બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક આદિવાસી પ્રજા શરેહીજનો સાથે ભળી શકે તે માટે દુરંદેશી રાખીને આ બાપુની આ છુકછુક ગાડી શરૂ કરવામાં આવી હતી. જો કે આજે એક શતક બાદ ટ્રેનનાં પૈંડા અટકી ગયા છે. જો કે સ્થાનિક ધારાસભ્ય કહી રહ્યા છે કે તેઓ આ મુદ્દે આંદોલન કરશે અને સરકારને તેને ચાલું રાખવા માટે વિનંતી કરશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati