કરોડો રૂપિયાનો પગાર મેળવનારા સિટી ગ્રુપના હાઈ-પ્રોફાઈલ બેન્કરે સેન્ડવીચની કરી ચોરી, બેન્કે કર્યા સસ્પેન્ડ

કોઈ ગરીબ વ્યક્તિ દ્વારા જમવાની વસ્તુ ચોરવામાં આવે તો કઈ અજીબ નથી લાગતું પણ જો કરોડોનો પગાર મેળવતો કોઈ વ્યક્તિ સેન્ડવીચની ચોરી કરે તો તે જરૂર અજીબ ઘટના બની જાય છે. આ પ્રકારની ઘટના સિટી બેન્કના એક હાઈ-પ્રોફાઈલ બેન્કરની સાથે બની છે. 9 કરોડ રૂપિયાનો પગાર મેળવનારા હાઈ-પ્રોફાઈલ બેન્કરને કથિક રીતે સેન્ડવીચ ચોરવાના આરોપમાં સસ્પેન્ડ […]

કરોડો રૂપિયાનો પગાર મેળવનારા સિટી ગ્રુપના હાઈ-પ્રોફાઈલ બેન્કરે સેન્ડવીચની કરી ચોરી, બેન્કે કર્યા સસ્પેન્ડ
Follow Us:
| Updated on: Feb 05, 2020 | 5:03 AM

કોઈ ગરીબ વ્યક્તિ દ્વારા જમવાની વસ્તુ ચોરવામાં આવે તો કઈ અજીબ નથી લાગતું પણ જો કરોડોનો પગાર મેળવતો કોઈ વ્યક્તિ સેન્ડવીચની ચોરી કરે તો તે જરૂર અજીબ ઘટના બની જાય છે. આ પ્રકારની ઘટના સિટી બેન્કના એક હાઈ-પ્રોફાઈલ બેન્કરની સાથે બની છે. 9 કરોડ રૂપિયાનો પગાર મેળવનારા હાઈ-પ્રોફાઈલ બેન્કરને કથિક રીતે સેન્ડવીચ ચોરવાના આરોપમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. 31 વર્ષીય પારસ શાહ કરોડોમાં પગાર મેળવે છે. ગયા મહિને સિટી ગ્રુપના યુરોપ, મધ્ય એશિયા અને આફ્રિકાના હાઈ-પ્રોફાઈલ ટ્રેડ હેડના પદથી તેમને હટાવી દેવામાં આવ્યા.

એક અહેવાલ મુજબ બેન્કે તેમની પર ચોરીના અલગ અલગ આરોપ લગાવ્યા પછી હટાવી દીધા. તેમની પર ઈસ્ટ લંડનમાં કેનરીવાર્ફ સ્થિત બેન્કના હેડક્વાર્ટરથી જમવાનું ચોરી કરવાના ઘણા આરોપ લાગ્યા છે. હાલમાં સ્પષ્ટ નથી કે પારસ શાહ પર કેટલી સેન્ડવીચ ચોરવાનો આરોપ લાગ્યો છે. તે સિવાય કથિત ચોરી કરવાનો સમય પણ જાણી શકયા નથી. યુરોપના સૌથી હાઈ-પ્રોફાઈલ ક્રેડિટ ટ્રેડર હોવા છતાં તેમની પર આ આરોપ લાગ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સામાન્ય રીતે એક ક્રેડિટ ટ્રેડરની સેલરી 1,83,740 પાઉન્ડ હોય છે પણ પારસ શાહને સિટી બેન્કમાં વરિષ્ઠ પદ માટે તેનાથી વધારે સેલરી (લગભગ 9.2 કરોડ રૂપિયા) મળે છે. બેન્કિંગથી જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે બીજી બેન્કમાં આ પદ પર રહેતા લોકોને 1 મિલિયન પાઉન્ડથી વધારે પગાર મળે છે. ઉલ્લેખનીય છે કે પારસ શાહને બેન્કે તે સમયે હટાવ્યા છે, જ્યારે સિટીગ્રુપ તેમના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરવાનું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પારસ શાહની પ્રોફાઈલ મુજબ તેમને 2010માં યૂનિવર્સિટી ઓફ બાથથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યુ. ત્યારબાદ તેમને HSBCની ફિકસ્ડ ઈન્કમ ટ્રેડિંગ ડિવિજન સ્કીમ જોઈન કરી અને 7 વર્ષ સુધી બેન્કની સાથે કામ કર્યુ. 2017માં તેમને સિટી બેન્ક જોઈન કરી લીધી. પારસ શાહની પ્રોફાઈલ મુજબ તેમને 2 મહિના પછી જ સિટી બેન્કની યૂરોપ, મધ્ય એશિયા અને આફ્રિકાના હાઈ-યીલ્ડ ક્રેડિટ ટ્રેડિંગના હેડ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: સુરત સિવિલ હોસ્પિટલમાંથી શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી ભાગી જતાં તંત્ર દોડતું થયું

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">