‘બાબા કા ઢાબા’ના માલિકે કરી ફરિયાદ, યૂટ્યબર પર દાનની રકમમાં ગોટાળા કરવાનો લગાવ્યો આક્ષેપ

'બાબા કા ઢાબા'ના માલિકે કરી ફરિયાદ, યૂટ્યબર પર દાનની રકમમાં ગોટાળા કરવાનો લગાવ્યો આક્ષેપ
દક્ષિણ દિલ્લીના માલવીય નગરમાં લોકપ્રિય ભોજનાલય ‘બાબા કા ઢાબા’ના માલિક કાંતા પ્રસાદે ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુઅન્સર અને યૂટૂબર ગૌરવ વાસનના ડોનેશનના પૈસાની હેરફેરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બાબતે જાણકારી આપી છે. હાલમાં જ ‘બાબા કા ઢાબા’નો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થયો હતો. જેના બાદ તેઓ ફેમસ થઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. યૂટ્યૂબર વાસને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલા વીડિયોમાં ઢાબાના માલિકે પોતાના સંઘર્ષ વિશે વાત કરી હતી.
Baba ka dhaba na malike kari fariyad youtuber par dan ni rakam ma gotada karvano lagavyo aakshep

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પોલિસને કરવામાં આવેલી ફરિયાદ દરમિયાન પ્રસાદે કહ્યું હતું કે વાસને વીડિયો શૂટ કર્યો અને  સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને સોશિયલ મીડિયા પર જનતાને એમણે પૈસા આપવા માટે અપીલ કરી. પ્રસાદનો આરોપ છે કે વાસનને જાણી જોઈને માત્ર પોતાના અને પોતાના પરિવારના લોકોના મોબાઈલ નંબર દાતાઓને આપ્યા હતા અને ફરિયાદીને જાણકારી આપ્યા વગર અલગ અલગ માધ્યમથી પૈસા ભેગા કર્યા આ સમગ્ર મામલે ગૌરવે યૂટ્યૂબ ચેનલ પર દાવો કર્યો છે કે એમણે કોઈ બેઈમાની નથી કરી અને પોતાની વાતને સાબિત કરવા માટે જલ્દી જ વીડિયોના રુપમાં બેંકનું વેરિફાઈડ સ્ટેટમેંટ અપલોડ કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati