આયુર્વેદની દ્રષ્ટિએ ઠંડુ પાણી પીવું આ કારણથી છે નુકશાનકારક

Ayurved ni darshti e thandu pani pivu aa karan thi nukshankarak

આયુર્વેદ એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે ઠંડુ પાણી પીવાથી શરીરને નુકશાન થઈ શકે છે. કારણ કે ઠંડુ પાણી પીવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ધીમું થઈ જાય છે. જેનાથી શરીરના અંગો સારી રીતે કામ નથી કરી શકતા અને એટલે જ કહેવાય છે વધારે ઠંડુ પાણી કે બરફવાળું પાણી શરીરને નુકશાન પહોંચાડે છે પણ કેટલીક સ્થિતિમાં ઠંડુ પાણી પીવું ફાયદાકારક પણ છે. ઓફિસથી ઘરે આવીને ઠંડુ પાણી પીવાથી શાંતિ મળે છે. ઠંડુ પાણી પીવાથી મગજ અને જીભને આરામ મળે છે.  તેનાથી શરીરને શું નુકશાન થાય છે તે જાણીએ. વાસ્તવમાં શરીરનું તાપમાન 98.6°F હોય છે. જેને મેઈન્ટેઈન કરવા માટે ઠંડુ પાણી પીધા બાદ શરીરને ખૂબ મહેનત કરવી પડે છે.

Ayurved ni darshti e thandu pani pivu aa karan thi nukshankarak

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: મહારાષ્ટ્રમાં અલીબાગનો દરિયો બન્યો તોફાની, ટૂંક સમયમાં ટકરાશે નિસર્ગ વાવાઝોડું

આયુર્વેદિક સિદ્ધાંતો અનુસાર ઠંડુ પાણી પીવાથી શરીરની અગ્નિ ઓછી થાય છે. આ અગ્નિ શરીરની બધી કાર્યપ્રણાલીને ઉત્તેજિત રાખે છે. જે સારા આરોગ્ય માટે જરૂરી છે. ભોજન કરતી વખતે ઠંડાને બદલે હૂંફાળું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન ધીમું પડતા શરીરના અંગો યોગ્ય રીતે કામ નથી કરતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  તનિષ્ક જવેલર્સની જાહેરાતનો વિવાદ ગરમાયો, સુરતમાં રાષ્ટ્રવાદી હિન્દૂ સંગઠનનો વિરોધ

 

Ayurved ni darshti e thandu pani pivu aa karan thi nukshankarak

પરંતુ કેટલીક પરિસ્થિતિમાં ઠંડુ પાણી પીવું પણ જોઈએ. જેમ કે એક્સરસાઇઝ કર્યા પછી શરીરનું તાપમાન વધી જાય છે, એટલે વર્કઆઉટ પછી ઠંડુ પાણી પીવું જોઈએ. ઠંડુ પાણી વેઈટલોસ માટે પણ મદદ કરે છે, તેનાથી મેટાબોલિઝમ વધે છે, જેનાથી કેલેરી બર્ન થાય છે અને વજન ઘટે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  CAA Protest વચ્ચે PM મોદીએ બોલાવી મંત્રીમંડળની બેઠક, કાર્ય સાથે હિંસા અંગે થઈ શકે ચર્ચા

 

FB Comments