ઓસ્ટ્રેલિયા સામે અંતિમ વન ડે વિરાટ સેનાએ આબરુના ભોગે બચાવવી પડશે, થઈ શકે છે પ્લેઈિંગ ઈલેવનમાં ફેરફાર

ઓસ્ટ્રેલીયામાં કંઈક કરી દેખાડવાના ઉત્સાહથી પહોંચેલી ભારતીય ટીમે પ્રથમ બંને વન-ડે મેચ ગુમાવી દેવી પડી હતી. ત્રણ મેચોની સીરીઝમાં પહેલાથી સીરીઝ ગુમાવી દીધેલ ટીમ વિરાટે હવે સન્માન બચાવવુ પડશે. કેનબેરા વન ડે મેચ હવે સીરીઝની ત્રીજી અને આખરી મેચ છે. જે હારવાથી ભારતે 3-0થી સીરીઝ ગુમાવવી પડી શકે છે. પહેલા ટોસ જીતવો અહીં જરુરી છે. […]

ઓસ્ટ્રેલિયા સામે અંતિમ વન ડે વિરાટ સેનાએ આબરુના ભોગે બચાવવી પડશે, થઈ શકે છે પ્લેઈિંગ ઈલેવનમાં ફેરફાર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 01, 2020 | 11:17 PM

ઓસ્ટ્રેલીયામાં કંઈક કરી દેખાડવાના ઉત્સાહથી પહોંચેલી ભારતીય ટીમે પ્રથમ બંને વન-ડે મેચ ગુમાવી દેવી પડી હતી. ત્રણ મેચોની સીરીઝમાં પહેલાથી સીરીઝ ગુમાવી દીધેલ ટીમ વિરાટે હવે સન્માન બચાવવુ પડશે. કેનબેરા વન ડે મેચ હવે સીરીઝની ત્રીજી અને આખરી મેચ છે. જે હારવાથી ભારતે 3-0થી સીરીઝ ગુમાવવી પડી શકે છે. પહેલા ટોસ જીતવો અહીં જરુરી છે. કારણ કે અહીં પાછલી સાત મેચમાં જેણે ટોસ જીત્યો તે આ મેદાન પર જીત મેળવતા આવ્યા છે.

 Australia same aantim one day viratsena e aabru na bhoge bachavi padse thai shake che playing eleven ma ferfar

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાછળની બંને મેચમાં ઓસ્ટ્રેલિયાએ 350 રન ઉપરનો સ્કોર કર્યો હતો અને ભારતને હાર આપી હતી. પ્રથમ મેચમાં 66 રન અને બીજી મેચમાં 51 રનથી ભારતે હાર મેળવી હતી. હવે ભારતીય ટીમનું લક્ષ્ય કેનબરામાં જીત મેળવવાનુ છે. યજમાન ઓસ્ટ્રેલીયાની ટીમે બંને મેચમાં ભારતને રમતના તમામ વિભાગમાં નબળુ સાબિત કર્યુ છે. ભારતીય બોલરો જ્યાં બંને મેચોમાં ફક્ત 10 વિકેટ લઈ શક્યા છે, જ્યારે બોલરોએ 763 રન લુટાવ્યા છે. આ દરમ્યાન ભારતીય બેટ્સમેનો પર પણ ભારે દબાણ રહ્યુ હતુ. તે તમામ પ્રયત્નો પછી પણ 646 રન જ કરી શક્યા હતા. બંને મેચમાં ઓસ્ટ્રેલીયા તરફથી ત્રણ સદી લગાવી હતી. જ્યારે ભારત તરફથી એક પણ સદી થઈ શકી નથી.

આ પણ વાંચો: બહુચરાજી APMCની ચૂંટણીના પરિણામો થયાં જાહેર, વિઠ્ઠલ પટેલ જૂથનો વિજય

બોલરોએ પણ હવે હવે દમ દેખાડવો પડશે. ઓસ્ટ્રેલીયાના બોલરોએ ઘરેલુ સંજોગોનો ફાયદો ઉઠાવતા સીરીઝમાં અત્યાર સુધીમાં 17 ભારતીય વિકેટોને ઝડપી છે તો બીજી તરફ ભારતને તેના બોલરોની નિષ્ફળતા ભારે પડી રહી છે. પ્રથમ મેચમાં ભારતના બોલરોએ 374 અને બીજી મેચમાં સુધારાની આશા વચ્ચે 389 રન લુટાવ્યા હતા. આમ ભારતના બોલરો તરફથી રહેલી આશા બીજી મેચમાં પણ નિરાશાજનક રહી હતી. ટીમમાં કેટલાક પરીવર્તન કરી શકાય એમ લાગુ રહ્યુ છે. પ્રથમ મેચમાં મહંમદ શામી અને બીજી મેચમાં હાર્દીક પંડ્યાને છોડીને કોઈપણ બોલર કોઈ જ ખાસ પ્રભાવ પાડી શક્યા નહોતા. ત્યારથી જ ટીમમાં કેટલાક પ્રકારના પરીવર્તનની માંગ ઉઠી છે. વિરાટ પાસે મયંક અગ્રવાલને હટાવીને કેએલ રાહુલને ઓપનીંગ કરવા માટે, મધ્યમક્રમમાં મનિષ પાંડેને રમાડવાનો વિકલ્પ ખુલ્લો છે. આ ઉપરાંત એ પણ જોવાનું રહેશે કે, શામી કે બુમરાહને ટેસ્ટ સીરીઝને ધ્યાને રાખીને કોઈ એકને આરામ આપી શકાય છે. જ્યારે નવદિપના સ્થાને ટી નટરાજન રમી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Australia same aantim one day viratsena e aabru na bhoge bachavi padse thai shake che playing eleven ma ferfar

ઈજા પહોંચવાને લઈને ડેવિડ વોર્નર હવે મેદાનથી બહાર છે. પેટ કમિન્સને પણ આરામ આપવામાં આવ્યો છે. કેપ્ટન આરોન ફીંચ પાસે આર્ચી શોટ અથવા મેથ્યુ વેડ સાથે ઓપનીંગ કરવાનો વિકલ્પ છે. મધ્યમક્રમમાં ઉતરી રહેલા માર્નસ લાબુશને ઓપનીંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો ફીંચ ઓપનીંગ લાબુશને સાથે  કરે છે તો કેમરન ગ્રીનને મધ્ચમ ક્રમમાં પ્રથમ વન ડે રમવા મળી શકે છે. કમિન્સની જગ્યાએ શેફીલ્ડ શીલ્ડમાં ત્રણ મેચોમાં 14 વિકેટ લેનારા અને 261 રન બનાવવા વાળા, ઓલરાઉન્ડર શીન એબોટને પણ મોકો મળી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">