ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા BCCIએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આપ્યુ ટ્રિબ્યુટ, જાણો કેમ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા BCCIએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આપ્યુ ટ્રિબ્યુટ, જાણો કેમ

કોવિડ-19ની મહામારીને લઈને માર્ચ માસ દરમ્યાન લોકડાઉન થવાને લઈને હવે ભારતીય ટીમ તેની પ્રથમ સીરીઝ ઓસ્ટ્રેલીયાની સામે રમવા જઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ યુએઈથી સીધી જ ઓસ્ટ્રેલીયા માટે રવાના થઈ જશે. જ્યાં તે 4 ટેસ્ટ મેચ ઉપરાંત 3-3 મેચોની વન-ડે અને ટી-20 સીરીઝમાં ભાગ લેવાનો છે. તેના માટે 32 સભ્યો સાથેની ટીમની ઘોષણા પણ કરી દેવાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી રિટાયરમેન્ટ પછી ટીમ ઈન્ડિયા પોતાનો પહેલો આંતરરાષ્ટ્રીય પ્રવાસ ખેડી રહી છે. આ સિરિઝ પહેલા બીસીસીઆઈએ પોતાના પુર્વ કેપ્ટનને શાનદાર અંદાજમાં ટ્રિબ્યુટ કર્યુ. ભારતીય ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોનીના યોગદાનને યાદ કરીને બીસીસીઆઈએ તેના ટ્વીટર એકાઉન્ટના કવર પર માહીની તસ્વીર લગાવી છે. આ તસ્વીર પર લખવામાં આવ્યુ છે, ‘થેન્ક યુ એમએસ ધોની’ બીસીસીઆઈએ જે અંદાજમાં ધોનીને સન્માનીત કર્યો છે, તેને ક્રિકેટ ફેન્સ પણ ખુબ પસંદ કરી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીએ આ વર્ષે જ 15 ઓગષ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દીધી છે. તે હાલમાં યુએઈમાં છે, જ્યાં તે ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યા છે. જો કે તેમનો કેપ્ટનશીપનો દમ આ સિઝનમાં ચાલી શક્યો નથી. પ્લેઓફની રેસમાંથી પણ બહાર ફેંકાઈ જનારી ટીમ પણ સૌથી પહેલી ચેન્નાઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati