અટલ ટનલની ભેટ આપ્યા બાદ કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં વધુ એક ટનલ બનાવવા તરફ, 14.5 કિમિ લાંબી જોજિલા ટનલથી કાશ્મીરથી લઈ લેહ લદ્દાખ સુધી આવશે સામાજીક અને આર્થિક ક્રાંતિ

દેશને અટલ ટનલની ભેટ આપ્યા બાદ કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં વધુ એક ટનલ બનાવવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ વીડિયો કોન્ફરન્સની મદદથી સુરંગના નિર્માણ માટે પ્રથમ બ્લાસ્ટ કર્યો છે. સેના અને સિવિલ એન્જિનિયર્સની એક ટીમ જોજિલા-દર્દેના પહાડોને કાપીને આ સુરંગ બનાવશે. જોજિલાની ટનલ બનતા જ લેહ-લદ્દાખ, કારગીલ-દ્રાસ અને સિયાચીન વર્ષભર સુધી […]

અટલ ટનલની ભેટ આપ્યા બાદ કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં વધુ એક ટનલ બનાવવા તરફ, 14.5 કિમિ લાંબી જોજિલા ટનલથી કાશ્મીરથી લઈ લેહ લદ્દાખ સુધી આવશે સામાજીક અને આર્થિક ક્રાંતિ
Follow Us:
| Updated on: Oct 15, 2020 | 3:26 PM

દેશને અટલ ટનલની ભેટ આપ્યા બાદ કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં વધુ એક ટનલ બનાવવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ વીડિયો કોન્ફરન્સની મદદથી સુરંગના નિર્માણ માટે પ્રથમ બ્લાસ્ટ કર્યો છે. સેના અને સિવિલ એન્જિનિયર્સની એક ટીમ જોજિલા-દર્દેના પહાડોને કાપીને આ સુરંગ બનાવશે.

જોજિલાની ટનલ બનતા જ લેહ-લદ્દાખ, કારગીલ-દ્રાસ અને સિયાચીન વર્ષભર સુધી દેશના અન્ય વિસ્તારો સાથે જોડાયેલા રહેશે.. અત્યારે આ વિસ્તારોમાં 6 મહિના સુધી જ માર્ગ કનેક્ટિવિટી હોય છે. શિયાળાને કારણે માર્ગો પર બરફ જમા થઈ જાય છે. ટનલ બનતા જ આ સમસ્યાનો અંત આવી જશે..આ પ્રોજેક્ટ હેઠળ 14.5 કિલોમીટર લાંબી ટનલ બનાવાઈ રહી છે.. આ સિવાય 18.63 કિલોમીટર લાંબો એપ્રોચ રોડ પણ બનાવાઈ રહ્યો છે.. સમગ્ર પ્રોજેક્ટમાં 32.78 કિલોમીટર લાંબો માર્ગ બનશે.. આ યોજના માટે 6 હજાર 808.63 કરોડનો ખર્ચ થશે. ટનલ બનતા આશરે 6 વર્ષનો સમય પણ લાગશે જ્યારે અપ્રોચ રોડ બનતા અઢી વર્ષ નીકળી જશે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

જોજિલા ટનલનું નિર્માણ કામ એવા સમયે થઈ રહ્યું છે.. જ્યારે પૂર્વ લદ્દાખને અડીને આવેલી એલએસી પર ચીન છેલ્લા પાંચ મહિનાથી હલચલ કરી રહ્યું છે.. નીતિન ગડકરીએ કહ્યું છે કે, આ ટનલ બનતા જ શ્રીનગર, દ્રાસ, કારગીલ અને લેહ વિસ્તારમાં દરેક સિઝનમાં કનેક્ટિવિટી રહેશે. નીતિન ગડકરીએ ટ્વીટ કરીને સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની જાણકારી આપી છે.

જોજિલા સુરંગ પરિયોજનાનું મહત્વ ખાસ એટલા માટે છે કે જોજિલા દર્રા શ્રીનગર- કારગિલ- લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ પર 11,578 ફૂટની ઉંચાઈ પર છે. ભારે હિમપ્રપાતનાં કારણે ઠંડીની સિઝનમાં બંધ રહે છે. હાલનાં સમયમાં વાહનવ્યહવારની દ્રષ્ટીએ સૌથી ખતરનાક માર્ગ પૈકીની એક યોજના આ છે, અને જ્યારે સુરંગ બનીને તૈયાર થઈ જશે ત્યારે આધુનિક ભારત માટે આ ઉલ્લેખનિય ઉપલબ્ધી ગણી શકાશે.

શું છે ટનલની ખાસિયત?

  1. શ્રીનગર કારગીલ લેહ નેશનલ હાઈવે પર 11578 ફૂટની ઉંચાઈ પર બનવાવાળી આ ટનલની કુલ લંબાઈ આશરે 14.5 કિમિ છે
  2. આ સુરંગ નિર્માણમાં 4899 કરોડનો ખર્ચ આવશે જેમાં વિસ્થાપિતો, જમીન વિગેરેનો ખર્ચ મેળવી કુલ ખર્ચ 6808 કરોડ થશે
  3. અટલ ટનલની જેમજ જોજિલા સુરંગનું સ્વપ્ન અટલબિહારી વાજપેઈજીએ જોયું હતું જે મોદી સરકાર પૂર્ણ કરશે
  4. સુરંગ રાષ્ટ્રીય રાજમાર્ગ-1 પર શ્રીનગર ઘાટી અને લેહની વચ્ચે દ્રાસ-કારગીલ થઈ તમામ સિઝનમાં ઉપયોગી બની રહેશે
  5. આ ટનલનાં કારણે જમ્મુ-કાશ્મીરમાં ચારેતરફ આર્થિક, સામાજીક અને સાંસ્કૃતિક સમન્વય થઈ શકશે
  6. યોજના હેઠળ જોજિલા દર્રા મુજબ આશરે 3000 મીટરની ઉંચાઈ પર 14.15 કિમિ લાંબી સુરંગ બનાવવામાં આવશે
  7. હાલમાં આશરે 6 મહિના સુધી જ આ માર્ગથી વાહન આવનજાવન કરી શકશે
  8. લદ્દાખ,ગિલગિટ અને બાલટિસ્તાન ક્ષેત્રમાં સૈન્યની અવરજવરને જોતા દેશની સુરક્ષા માટે પણ તે મહત્વપૂર્ણ
  9. જોજિલા સુરંગ યોજના કારગીલ, દ્રાસ અને લદ્દાખ વિસ્તારનાં લોકોની 30 વર્ષ જુની માગ હતી જે પુરી થઈ
  10. યોજનાથી શ્રીનગર-કારગીલ-લેહ વિસ્તારમાં મુસાફરી ભુસ્ખલન મુક્ત બની રહેશે અને 3 કલાકની મુસાફરી 15 મિનિટની થઈ જશે

જણાવવું રહ્યું કે આ યોજના મેઘા એન્જીનીયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટડ (MEIL) પૂર્ણ કરશે, કંપનીએ આ કામ માટે સૌથી ઓછી બોલી 4509.5 કરોડ લગાડી હતી.

શ્રીનગર ઘટી લેહ વેલી થી જોડાશે, જોજીલા ટનલ બનાવવા પહેલો બ્લાસ્ટ | tv9 news

શ્રીનગરને લેહ સાથે જોડનારી જોજિલા સુરંગનું કામ શરૂ, જાણો શું આવશે મોટા ફેરફાર#tv9gujarati #tv9news #tv9live

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, १५ ऑक्टोबर, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">