Assembly Election Result 2021 : પશ્ચિમ બંગાળ, અસમ અને કેરળમાં સત્તાધારી પક્ષ જીત તરફ અગ્રેસર, મમતાની હેટ્રીક અને પિનરાઈ વિજયનની વાપસી

Assembly Election Result 2021 : West Bengal સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલુ છે. અત્યાર સુધીના વલણોમાં, જનતાએ ત્રણ રાજ્યોમાં સત્તાધારી પક્ષને પરત સત્તા પર લાવવાના સંકેત આપ્યા છે. જેમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ફરી એકવાર હેટ્રિક લગાવવાની તૈયારીમાં છે, જ્યારે ભાજપ ફરી એક વખત સ્પષ્ટ બહુમતી સાથે અસમમાં સત્તા પર પરત ફરતી જોવા મળી રહી છે.

Assembly Election Result 2021 : પશ્ચિમ બંગાળ, અસમ અને કેરળમાં સત્તાધારી પક્ષ જીત તરફ અગ્રેસર, મમતાની હેટ્રીક અને પિનરાઈ વિજયનની વાપસી
Mamata Banarjee Sarbananda Sonowal And Pinarayi Vijayan ( File Photo)
Follow Us:
| Updated on: May 02, 2021 | 2:56 PM

Assembly Election Result 2021 :  West Bengal સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલુ છે. અત્યાર સુધીના વલણોમાં, જનતાએ ત્રણ રાજ્યોમાં સત્તાધારી પક્ષને પરત સત્તા પર લાવવાના સંકેત આપ્યા છે. જેમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ફરી એકવાર હેટ્રિક લગાવવાની તૈયારીમાં છે, જ્યારે ભાજપ ફરી એક વખત સ્પષ્ટ બહુમતી સાથે અસમમાં સત્તા પર પરત ફરતી જોવા મળી રહી છે. West Bengal  માં ટીએમસી 200 થી વધુ બેઠકો પર આગળ છે. જ્યારે અસમમાં ભાજપ 126 માંથી 80 બેઠકો પર આગળ હતી. આ સિવાય કેરળમાં ડાબેરી સરકાર પણ વાપસી કરી રહી છે. કેન્દ્રમાં શાસિત પુડ્ડુચેરીમાં ભાજપ પ્રથમ વખત સરકાર બનાવી શકે છે. જ્યારે તમિળનાડુમાં ડીએમકે-કોંગ્રેસ જોડાણ મોટી જીત સાથે સત્તા પર આવી રહ્યું છે.

માર્ચ અને એપ્રિલમાં કોરોના સમયગાળા વચ્ચે યોજાયેલા 5 રાજ્યોની ચૂંટણીઓથી ભાજપને મોટી આશા હતી, પરંતુ West Bengal માં  નિરાશા સાંપડી છે. રાજ્યની 292 બેઠકો પર મતદાન યોજાયું હતું, જેમાંથી ટીએમસી 202 માં આગળ છે જ્યારે ભાજપ 77 બેઠકો પર આગળ છે આ જ રીતે, વલણોમાં ટીએમસી સરકાર બનાવવા માટે જરૂરી 147 બેઠકોના આંકડાથી નજીક આવી ગઈ છે. ભલે ભાજપને અપેક્ષા મુજબ બેઠકો મળી નથી, પરંતુ ભાજપના ખાતામાં આટલી મોટી સંખ્યામાં બેઠકો મળી છે. જે વર્ષ 2016માં માત્ર ત્રણ બેઠકો જીતી હતી.

પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના તમામ કેન્દ્રીય મંત્રીઓએ પ્રચાર કર્યો હતો. તેમજ ભાજપે આ વખતે 200 પારનો નારા લગાવ્યો હતો. જો કે, તે તેનાથી અડધાએ ભાજપ પહોંચ્યું છે. મત શેરની દ્રષ્ટિએ ટીએમસીને પણ મોટો લાભ મળ્યો છે. અત્યાર સુધીના વલણોમાં, ટીએમસીને 54. 85 ટકા જ્યારે ભાજપને 37.4 ટકા મતો મળ્યાં છે. જો કે, અસમથી ભાજપ માટે રાહતના સમાચાર છે, જ્યાં તેણે ફરી એક વાર સત્તા કબજે કરી લીધી છે. અસમની 126 બેઠકોમાં ભાજપ ગઠબંધને 80 બેઠકો પર લીડ મેળવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

સોનોવાલે કહ્યું કે, અસમમાં ભાજપ સરકાર બનાવશે ભાજપ રાજ્યની 62 બેઠકો પર આગળ છે, જ્યારે અસોમ ગણ પરિષદ 10 બેઠકો પર આગળ છે. તે જ સમયે, યુપીએ 38 સીટો પર આગળ છે, જેમાંથી કોંગ્રેસ 25 બેઠકો પર આગળ રહી છે. અસમના સીએમ સર્વાનંદ સોનોવાલે ટ્વીટ કર્યું છે કે વલણો વધી રહ્યા છે, ‘હું સ્પષ્ટ કહી શકું છું કે અસમમાં ભાજપ સરકાર બનાવશે. અમે અમારા ભાગીદારો આસામ ગણ પરિષદ અને યુપીપીએલ સાથે સરકાર બનાવવાના છીએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">