દિલ્હી: આજે અરવિંદ કેજરીવાલ તેમના 6 પ્રધાનો સાથે મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ કરશે

દિલ્હી: આજે અરવિંદ કેજરીવાલ તેમના 6 પ્રધાનો સાથે મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ કરશે

દિલ્હીનું રામલીલા મેદાન અરવિંદ કેજરીવાલના શપથગ્રહણ માટે સજાવીને તૈયાર છે. મેદાનમાં લગભગ 45 હજાર ખુરશીઓ લગાવવામાં આવી છે અને ઘણા પ્રકારની તૈયારીઓ પણ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલ પોતે ઓડિયો અને વીડિયો દ્વારા દિલ્હીના લોકોને અપીલ કરી રહ્યા છે કે વધારેમાં વધારે લોકો તેમના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ પહેલા 2 વખત પણ મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કરી ચૂક્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Image result for arvind kejriwal oath ceremony

મુખ્યપ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, દિલ્હીના 7 સાંસદ, નવા ચૂંટાયેલા 8 ભાજપના ધારાસભ્ય અને તમામ નગર નિગમના કોર્પોરેટરને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તે સિવાય AAPએ ચૂંટણી પરિણામના દિવસે પાર્ટી કાર્યાલયમાં પોતાના પિતા સાથે કેજરીવાલના જૂના ગેટઅપમાં પહોંચેલા એક વર્ષના ‘છોટે મફલરમેન’ અવ્યાન તોમરને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અરવિંદ કેજરીવાલ 6 મંત્રીઓની સાથે શપથ લેશે

દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને 62 સીટ પર જીતાડી છે. ભાજપના મોટા- મોટા દિગ્ગજ નેતાઓના પ્રચાર કરવા છતાં ભાજપ માત્ર 8 સીટ પર જીત મેળવી શકી અને કોંગ્રેસના ભાગે ફરી એક વખત શૂન્ય આવ્યું છે. કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ બપોરે 12.15 વાગ્યે રામલીલા મેદાનમાં શપથ લેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેમની સાથે તેમના 6 ધારાસભ્ય પણ મંત્રી પદના શપથ લેશે. આ તે જ નેતા છે, જે અરવિંદ કેજરીવાલની જૂની સરકારમાં પણ મંત્રી રહ્યા છે. રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર ગૌતમ મંત્રી પદના શપથ લેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]