મેઘરજની રેફરલ હોસ્પિટલ ખુદ જ બીમાર, કડકડતી ઠંડીમાં પણ ઈન્ડોર પેશન્ટને ખુલ્લામાં કર્યા દાખલ

મેઘરજની રેફરલ હોસ્પિટલ ખુદ જ બીમાર, કડકડતી ઠંડીમાં પણ ઈન્ડોર પેશન્ટને ખુલ્લામાં કર્યા દાખલ


અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આવેલ સરકારી રેફરલ હોસ્પિટલ જર્જરિત હોવાના કારણે અન્ય કોઈ વિકલ્પના અભાવે દર્દીઓ ભયના ઓથાર નીચે કકડતી ઠંડીમાં ખુલ્લી ઓસરીમાં દાખલ થઈ સારવાર કરાવવા મજબૂર બની રહ્યા છે. જર્જરીત હાલતમાં હોસ્પિટલના કારણે દર્દીઓને પણ બહાર ખુલ્લામાં ઓસરીમાં જ સારવાર અપાય છે અને બહાર ખુલ્લામાં જ ઈન્ડોર પેશન્ટને રાખવામાં આવે છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજ વિસ્તાર અંતરીયાળ તાલુકા વિસ્તાર ગણાય છે. અને જેને લઈને અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારના આરોગ્યને લઇને સ્થાનિક દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. મેઘરજની સરકારી રેફરલ હોસ્પિટલ એકદમ જર્જરીત હાલતમાં હોવાને લઈને વોર્ડ પણ હવે બંધ કરી દેવામાં આવ્યા છે. દર્દીઓને ખુલ્લામાં જ સારવાર આપવામા આવી રહી છે. વર્ષ 1987 માં મેઘરજમાં 50 બેડની રેફરલ હોસ્પિટલ બનાવવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મેઘરજ તાલુકો ગુજરાત ની પૂર્વે રાજસ્થાન ની સરહદે આવેલો છે તાલુકા માં કુલ 280 કરતા વધુ ગામડાઓ આવેલા છે અને બે લાખ જેટલી વસ્તી ધરાવે છે. મોટા ભાગે તાલુકા માં આદિવાસી અને બક્ષીપંચ સમાજ ના લોકો વસવાટ કરે છે. આ તમામ વસ્તી ને સારી સારવાર મળી રહે તે માટે રેફરલ હોસ્પિટલ બનાવવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મેઘરજની રેફરલ હોસ્પીટલ મેડીકલ ઓફીસર ડૉ. સુભાષ પંડ્યા આ બાબતે કહે છે કે, આ બાબતે ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરવામાં આવ્યુ છે અને હાલમાં સ્ટાફ ક્વાર્ટસમાં વોર્ડને શીફટ કરવા માટે ની કાર્યવાહી કરવામાં આવશે જેથી ખુલ્લામાંથી બે ક્વાર્ટસમાં આગામી દીવસોમાં ખસેડી લેવામાં આવશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati