શાકાહારી છો ? થાક બહુ લાગે છે ? તો તમને વિટામીન B-12ની ઉણપ હોઈ શકે છે

શું તમને ખૂબ થાક લાગે છે.? જો તમે શાકાહારી હોવ તો વિટામીન B-12ની ઉણપ તમને લાગતા થાકનું એક કારણ હોઈ શકે છે. વિટામીન B-12ની ઉણપ પોષણ સંબંધી ઉણપમાં મુખ્ય એક છે. આ સ્થિતીના મુખ્ય બે કારણો છે. એક તો એ પ્રથા જેને સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે અપનાવાઈ રહી છે તે સ્ટ્રીક્ટ વેજીટેરીયન ડાયેટ. બીજુ વેઇટ […]

શાકાહારી છો ? થાક બહુ લાગે છે ? તો તમને વિટામીન B-12ની ઉણપ હોઈ શકે છે
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 03, 2020 | 5:40 PM

શું તમને ખૂબ થાક લાગે છે.? જો તમે શાકાહારી હોવ તો વિટામીન B-12ની ઉણપ તમને લાગતા થાકનું એક કારણ હોઈ શકે છે. વિટામીન B-12ની ઉણપ પોષણ સંબંધી ઉણપમાં મુખ્ય એક છે. આ સ્થિતીના મુખ્ય બે કારણો છે. એક તો એ પ્રથા જેને સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે અપનાવાઈ રહી છે તે સ્ટ્રીક્ટ વેજીટેરીયન

ડાયેટ. બીજુ વેઇટ લોસ સર્જરી. લોહીમાં વિટામીન B-12ની ઉણપના લક્ષણોની એક મોટી સિસ્ટમ છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે વિટામીન B-12 કેટલાયે શારીરિક કાર્યો માટે એક શક્તિશાળી ઔષધી છે. નિરાશાની વાત એ છે કે B-12ની ઉણપ કારણે લોકો તણાવ, અથવા તો ખૂબ વ્યસ્ત હોવા જેવા લક્ષણો મહેસૂસ કરે છે. અમે આપના માટે વિટામીન B-12ની ઉણપ માટે મુખ્ય 5 લક્ષણોનું લીસ્ટ બનાવ્યું છે. જેનાથી તમે તમારા લોહીમાં વિટામીન B-12ની ઉણપ વિશે જાણી શકશો. સાથે જ એ પણ નક્કી કરી શકશો કે ક્યાં વિટામીનની તમને વધુ જરૂર છે.

થાક લાગવો ક્લીવલેન્ડ ક્લિનીક વેલનેસ ઇન્સ્ટીટ્યુટમાં વેલનેસ ડાયરેક્ટર, માઈકલ રોઇજેનના મત અનુસાર કમજોરી અને થકાવટ લો લેવલ ઉપર વિટામીન B-12નું સ્તર હોવું એ સૌથી સામાન્ય લક્ષણ છે. જ્યારે તમારા વિટામીનની આપૂર્તી ઓછી થઈ જાય. ત્યારે તમારૂ શરીર લાલ રક્ત કોશિકાઓનું ઉત્પાદન કરે છે. જે ઓક્સિજનના પ્રસાર માટે આવ્શ્યક હોય છે. વિટામીનની ઉણપના પરિણામ સ્વરૂપ તમે ઉંઘ, થકાન અને ચક્કર આવતા હોવાનું પણ મહેસૂસ કરી શકો છો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શ્વાસ લેવામાં તકલીફ કસરત કરતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થવી, વિટામીન B-12ની ઉણપ હોવાના લક્ષણોમાનું એક લક્ષણ છે. વિટામીન B-12 હિમોગ્લોબીનના ઉત્પાદનમાં યોગદાન આપે છે.. સાથે જ પ્રોટીન રક્ત પ્રવાહમાં ઓક્સિજનનું પરિવહન કરે છે. વિટામીનની ઉણપથી ટીશ્યુમાં ઓક્સિજનનો પ્રવાહ ઓછો થઈ શકે છે. જે એનિમીયા, શ્વાસ લેવામાં તકલીફ અને કમજોરી જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

પેટમાં કબજીયાત અને ગેસ થવો એવા કેટલાયે કારણો છે જે પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. જેવી કે કબજીયાત કે ગેસ અને તે થવાનું એક કારણ પણ વિટામીન B-12ની ઉણપ હોઈ શકે છે. જો તેને નજરઅંદાજ કરવામાં આવે તો વિટામીન B-12ની ઉણપથી જુની કબજીયયાત, પેટ ખરાબ રહેવું, ગેસ, ભૂખ ઓછી લાગવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

વિટામીનનું ઓછું સ્તર જઠરાંત્ર સંબંધી માર્ગના સામાન્ય કાર્યને પ્રભાવીત કરે છે. વિટામીન B-12ના સામાન્ય સ્તરને જાળવી રાખવા અને કબજીયાતમાં રાહત મેળવવા તમે તેના સપ્લીમેન્ટ લઈ શકો છો. સાથે જ તમે વિટામીન B-12ના ઇન્જેક્શન પણ ડોક્ટરની સલાહ મુજબ લઈ શકો છો.

કઇ બિમારીઓ થઇ શકે છે.. ? વિટામીન B-12ની ઉણપનો એક સંકેત પીળીયો એટલે કે કમળો પણ છે. વિટામીન B-12ની ઉણપ હોય તો કમળો પણ થઈ શકે છે. જીભ સોજી જવી કે લાલ થઈ જવી જેવી સમસ્યાઓ પણ વિટામીન B-12ની ઉણપના કારણે થાય છે. જો તમે શાકાહારી હો તો પાચનતંત્રના કેટલાક રોગો તમને આલ્કોહોલના સેવનના કારણે થવાનું જોખમ વધુ છે.

જો તમને તેવા કોઇપણ લક્ષણો જણાય તો તમારે ખાનપાનની આદત બદલવી જોઈએ. ડાયેટ બદલવું જોઇએ અને ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જેનાથી વિટામીન B-12ની પૂર્તી કરી શકાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">