અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઓ પર વર્તાવાની શરૂ, સૌરાષ્ટ્રનાં તમામ દરિયાકાંઠા પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું

અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઓ પર વર્તાવાની શરૂ, સૌરાષ્ટ્રનાં તમામ દરિયાકાંઠા પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું

અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું છે જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઓ પર વર્તાવાની શરૂ થઈ ગઈ છે જેને પગલે ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો છે જેને પગલે સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠા પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. જામનગર બેડી, નવા બંદર, રોઝી બંદર, સિક્કા બંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા બંદર, અને પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અમરેલીના જાફરાબાદ પાસે દરિયામાં 25 નોટિકલ માઈલ દૂર પવન અને કરંટ જોવા મળ્યો છે. જેને પગલે અહીં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ભારે પવનના કારણે જાફરાબાદના બંદરની 300 બોટો કિનારે પરત ફરી છે.

READ  Rajkot mill manager murder: Sameer Shah produced in court - Tv9 Gujarati

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments