વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો તુલા રાશિના જાતકોનું કેવુ છે ભવિષ્ય ?

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ તુલા રાશીના (ર, ત ઉપરથી નામ ધરાવનારા) જાતકો માટે કેવુ જશે ? સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, શિક્ષણ, નોકરી, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ ઉપરાંત મહિલા અને વિદ્યાર્થી વર્ગને કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર…. માનસિક સ્થિતિ આ વર્ષ દરમ્યાન ચોથે ગુરુ, શનિ અને આઠમો રાહુ થશે […]

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો તુલા રાશિના જાતકોનું કેવુ છે ભવિષ્ય ?
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:01 PM

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ તુલા રાશીના (ર, ત ઉપરથી નામ ધરાવનારા) જાતકો માટે કેવુ જશે ? સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, શિક્ષણ, નોકરી, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ ઉપરાંત મહિલા અને વિદ્યાર્થી વર્ગને કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર….

vikram-sanvat-20077nu-varshik-bhavishyafal-vancho-tula-rashina-jatakonu-kevu-che-bhavishya

માનસિક સ્થિતિ

આ વર્ષ દરમ્યાન ચોથે ગુરુ, શનિ અને આઠમો રાહુ થશે અને શુક્ર આપની રાશિથી બારમે હશે. જેના કારણે માનસિક રીતે આપ ખૂબ જ હેરાન અને પરેશાન થઈ શકો છો. આપનું કાર્ય પૂર્ણ ન થતાં માનસિક કષ્ટનો સામનો કરવો પડી શકે તેમ છે. મનમાં ને મનમાં ઘણું બધું વિચાર્યું હોય તે ફળીભૂત ન થતા આપ હતાશ થાઓ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નાણાકીય સ્થિતિ

આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે તેમ છે. જે આપના માટે ખતરાની ઘંટડી સમાન છે જેના કારણે તમારે મહેનતમાં વધારો કરવો પડશે. એક વાત યાદ રહે કે પૈસા કમાવવાની તીવ્ર ઝંખના આપના નૈતિક મૂલ્યો ને અસર ન કરે તેની કાળજી રાખવી. 21-10-2021 પછી મહેનતની દૃષ્ટીએ આવક વધતી હોય એવું આપને લાગશે.

ભાવ કુંડળી

રાશિ નો મંત્ર : || ૐ ભવબંધ વિમોચકાય નમઃ || અનુકૂળ દેવતા : ગણેશ ભગવાન . અનુકૂળ વ્યવસાય : પ્રિન્ટિંગ પ્રેસ કે કાગળ સંબંધિત . અનુકૂળ રત્ન : નીલમ. અનુકૂળ ગ્રહ : શનિ. શુભ રંગ : ઘાટો લીલો. શુભ અંક : 6. શુભ વાર : શુક્રવાર. શુભ દિશા : પશ્ચિમ. મિત્ર રાશિ : મકર, કન્યા. શત્રુ રાશિ : મીન, વૃષભ.

vikram-sanvat-20077nu-varshik-bhavishyafal-vancho-tula-rashina-jatakonu-kevu-che-bhavishya

લગ્નજીવન અને દાંપત્ય

જીવનસાથીનો સહયોગ આપના માટે સંકટ સમયની સાંકળ બની રહેશે. આ વર્ષે લગ્નજીવનનું સાચું મહત્ત્વ આપને સમજાશે. આપની પત્નીના આરોગ્યની ચિંતા આપને વધુ રહેવાથી આપનો જીવ પણ ચિંતાવાળો થઈ શકે છે. આપના અંગત પ્રશ્નોનું પણ આ વર્ષ દરમ્યાન સમાધાન થઈ શકે છે. આપને ગમતી વ્યક્તિ સાથે લગ્નની વાત થવાથી આપની પ્રસન્નતામાં વધારો થાય, પરંતુ લગ્ન માટેના પ્રબળ યોગ નવેમ્બર, 2021થી બને છે.

આરોગ્ય અને પ્રવાસ

આ વર્ષે આપના સ્વાસ્થ્ય ના સંદર્ભને ધ્યાનમાં રાખતા શરીર માટે ચિંતન કરવું ખૂબ જરૂરી બને છે. બીમારી, વિચાર્યા વગરના ઓપરેશન તેમજ નાની-મોટી સમસ્યાઓનો સામનો આપે કરવો પડે તેમ છે. જે લોકોની ઉંમર થઇ હોય તેવા લોકોને વિશેષ કરીને સાવધાની રાખવી. ઋતુ બદલાતા બીમારીઓનો સામનો આપે કરવો પડે. આપ જો કોઈ પણ પ્રકારની યાત્રા કરવાના હો તો આ યાત્રા આપના માટે કષ્ટદાયક તેમજ પીડાદાયક નીવડી શકે છે.

સંતાન અને અભ્યાસ

આ વર્ષના પ્રારંભથી જ આપના સંતાનો વિષેના તમામ પ્રશ્નોનું નિરાકરણ થવાથી આપના મનને પૂર્ણ રીતે શાંતિ મળશે. સંતાનો યોગ્ય સ્થાને નોકરી ને વ્યવસાય કરશે જેના કારણે આપનો કાર્ય બોજ હળવો થઇ શકે છે. સંતાનપ્રાપ્તિના પ્રયત્નોમાં નાની-મોટી મુશ્કેલી સર્જાય એવું પણ બની શકે છે. જેમાં આપને વધુ દોડધામ કરવી પડે. આ વર્ષ દરમ્યાન આપનો પ્રારંભ કરેલો વિદ્યાભ્યાસ પૂરો ન પણ થાય. જેના માટે સામાજિક જવાબદારીઓ નિમિત્ત માત્ર બની શકે છે.

નોકરી, ધંધો અને કૃષિ

વર્ષના પ્રારંભથી જ નોકરી છોડવાના વિચારો આવ્યા કરે. નોકરીનો માનસિક બોજ સહન ના થતા આ પગલું આપે ભરવું પડે. નોકરીમાં લાંછન ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું. ત્રાહિત વ્યક્તિ દ્વારા આપની પદ-પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે તેમ છે. ધંધામાં આપની નીતિ આપના માટે સૌથી વધારે અસર કરી જાય. કેટલાક પારિવારિક મતભેદોને કારણે ધંધા પર તેની વિપરીત અસર થતી જોવા મળે. વર્ષના પ્રારંભે ખેતી કરતા સમયે ઝેરી જીવોથી ખાસ સાચવવું.

જમીન – મકાન – સંપત્તિ

સ્થાવર-જંગમ મિલકતની દૃષ્ટીએ આ વર્ષે સારા યોગ બને છે. આ વર્ષે નાના નાના તબક્કા આવશે જેમાં આપની મિલકતમાં વધારો કરવાની તક આપને મળી રહેશે. 5-9-2021થી 20-10-2021 સુધીનો સમય સોનું-ચાંદી વસાવવા માટે સારો બની શકે છે. પૈતૃક સંપત્તિથી આપને મહદ્્અંશે લાભ થશે. મકાન માટેના યોગ્ય નિર્ણય આ વર્ષે આપ લઈ શકો છો. વર્ષ દરમ્યાન આપની અચલ સંપત્તિમાં વધારો થવાથી ફાયદો થઇ શકે છે. નવાં વાહનના યોગ પ્રબળ છે.

શત્રુ–કોર્ટ–કચેરી

લોખંડના પાયે ચાલતી નાની પનોતી શત્રુઓમાં વધારો કરી શકે છે. આપના શત્રુઓ આપને માનસિક રીતે પરાસ્ત કરી શકે છે. ભાગીદારો સાથેનું આપનું વલણ આપના માટે જોખમી બની શકે તેમ છે. આપે આંખ બંધ કરીને મુકેલો ભરોસો આપને વધુ નડી શકે તેમ છે. કોર્ટ-કચેરીની બાબતે આપને લાભ થશે, પરંતુ કારણ વગર તેની અસરમાં આવવું નહીં. કોર્ટમાં થયેલા કેસોનું નિરાકરણ આપની હાજરીમાં આપ લાવવાનો પ્રયત્ન કરશો જેમાં આપને સફળતા મળી શકે છે.

મહિલા વર્ગ

બહેનો માટે આવનારું વર્ષ થોડું નિરાશાવાળું બનેલું રહેશે. ગમે તેટલી યોગ્ય ગોઠવણ કરશો, પરંતુ વેરવિખેર થઈ જશે. આપે દરેક ક્ષેત્રમાં ખૂબ હિંમતથી કામ લેવાનું છે. પરિવાર પ્રત્યેનું સમર્પણ એ આજીવન નોંધપાત્ર બની રહેશે. આપના સાચા બોલવાનો સ્વભાવ આપને થોડો સમય દુઃખદાયક બનશે, પરંતુ અંતે આપને જીવનભરનું સુખ આપવાવાળો બને. જેમ જેમ વર્ષ પસાર થશે તેમ આત્મવિશ્વાસ વધતો જશે. પરીક્ષાલક્ષી તૈયારીઓ સફળતાના શિખરો સર કરાવે.

પ્રેમ સંબંધ

આ વર્ષ પ્રેમ સંબંધો માટે કંઈ ખાસ બનતું નથી. આપ જેને ચાહો છો તેને મેળવની દિશામાં પ્રયત્ન કરો. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ સારા વ્યક્તિ સાથેની મુલાકાત અચૂક કરાવી શકે. આ વર્ષ દરમ્યાન પ્રેમ સંબંધનો મુદ્દો આપના માટે મુખ્ય ન પણ હોઈ શકે. આપ જે વ્યક્તિને સમર્પિત છો તે વ્યક્તિમાં સહયોગ ન મળતા આપ ઉદાસ રહી શકો. એકંદરે કહી શકાય કે પ્રેમ સંબંધોમાં ધરી સફળતા મળી શકે તેમ નથી. અન્ય વિષયો ઉપર ચિંતન કરવું ખૂબ જરૂરી બને.

વિદેશ યોગ

આ વર્ષે યાત્રા કે મુસાફરી માટે વિદેશ યોગ મિશ્ર ફળદાયી બની શકે. આવનારા સમયમાં વિલંબ બાદ પણ વિદેશનું સપનું સાકાર થઈ શકે. જો આપ મન બનવી ને બેઠા છો તો જન્મકુંડળીના અભ્યાસ બાદ યોગ્ય નિર્ણય લેવો સારો પડે. વિદેશમાં નોકરી કરતા હશો તો ભારતમાં કરેલું રોકાણ ખૂબ અસર કરી શકે તેમ છે. વિદ્યાર્થી તરીકે વિદેશમાં હોવ તો સારી તકોનું નિર્માણ થાય. આપના કારણે માતા-પિતાનો વિદેશ યોગ સંપન્ન થઈ શકે છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ શકશો.

નડતર નિવારણ

તુલા રાશિના મિત્રોએ આ વર્ષે ઘરની ઉન્નતિ વધારવા ગણેશજીનું નિત્ય પૂજન કરવું. ખેરના લાકડામાંથી બનાવેલાં બાજોઠ લેવો. ઘઉં પધરાવવા અને માટીથી બનાવેલાં ભગવાન ગણેશજીને સ્થાપિત કરવા. રોજ દુર્વાથી અને સિંદુરથી ભગવાનનું પૂજન કરવું અને દર મંગળવારના દિવસે પ્રભુને મોદકનો પ્રસાદ અર્પણ કરવો. સવારે ગણેશજીનું જે સિંદૂરથી પૂજન કર્યું હોય તે સિંદૂરનું તિલક આપે કરીને ઘરની બહાર જવું અને ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવા.

ગુરુ ગ્રહનું વર્ષફળ

વિક્રમ સંવત 2077ના પ્રારંભે ગુરુ મહરાજ મકર રાશિમાં ભ્રમણ કરશે અને કુંભ રાશિ સુધી જઈ વર્ષના અંતે મકર રાશિમાં ચોથા ભાવે ગોચર ભ્રમણ કરતા જોવા મળી શકે છે. ગુરુનું એક વર્ષમાં બે વખતનું રાશિભ્રમણ આપના માટે લાભદાયી બની શકે તેમ છે. આપની સામાજિક તાકાત આ વર્ષ દરમ્યાન આપને જાણવા મળશે. આપની કેટલીક ખાનગી વાતો આ વર્ષે ઉજાગર થઈ શકે છે પોતાનું વાહન ખરીદવા માટે આ વર્ષના મધ્ય ભાગ પછી સારો યોગ બને છે.

શનિ ગ્રહનું વર્ષફળ

વર્ષના પ્રારંભે આપના ચોથા સ્થાનમાં મકર રાશિમાં રહેલ શનિ આપને અઢી વર્ષની નાની પનોતી અર્પણ કરે છે જે લોખંડના પાયે હોવાથી આપને સામાન્ય ચિંતાનો અહેસાસ કરાવે. તબિયતનું પણ આ વર્ષ દરમ્યાન ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આપના અંગત મિત્રો તેમજ સગાં-સંબંધીઓ આ વર્ષે આપને સહયોગ આપે. આ વર્ષ દરમ્યાન આપે જો પોતાની નોકરીની ઉંમર પૂર્ણ થતી હોય તો કોઈ પ્રકારનું નીતિ વિરુદ્ધનું કાર્ય ન કરવાની સલાહ છે.

રાહુ ગ્રહનું વર્ષફળ

સમગ્ર વર્ષ દરમ્યાન રાહુ આઠમા ભાવે ઋષભ રાશિનો રહેશે તેમજ કેતુ બીજા ભાવે વૃશ્ચિક રાશિનો રહેશે જેના કારણે આપના વ્યક્તિગત જીવનમાં કડવાશ આવી શકે છે. ઘણા એવા સંબંધો હશે જેને આપ પૂરા કરી શકો તેમ છો. સાચા ખોટાનું આપને ભાન થતાં આપ આ વર્ષે પૂરી રીતે સાવધાન થઇ શકો છો. આ વર્ષ દરમ્યાન વાહન ચલાવતા અકસ્માત ઈત્યાદીના યોગ પણ બને છે જેમાં આપનો કોઈ વાંક ના હોવા છતાં પણ આપે દંડ ભોગવવો પડે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">