અંકલેશ્વર-પાનોલીમાં કેમિકલ માફિયાઓ બેફામ, GPCBની પરવા વગર જોખમી કેમિકલ વેસ્ટનો નાળાઓમાં કરી રહ્યા છે નિકાલ

અંકલેશ્વર-પાનોલીમાં કેમિકલ માફિયાઓ બેફામ, GPCBની પરવા વગર જોખમી કેમિકલ વેસ્ટનો નાળાઓમાં કરી રહ્યા છે નિકાલ

દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર અંક્લેશ્વર- પાનોલી ઔદ્યોગિક વસાહતોને અડીને આવેલ વિસ્તારોમાં કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલનો વેપલો શરૂ થયો છે.

કેમિકલ માફિયાઓ દ્વારા વહેતા પાણીમાં કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાથી સ્થાનિકોના સ્વાસ્થ્યને પણ નુકશાન પહોંચી શેક છે. સ્થાનિકો મામલે અસરકારક કામગીરીની માંગ કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ નજીકથી પસાર થતા પાણીના પ્રવાહમાં કોઈ ઉદ્યોગ દ્વારા ગેરકાયદેસરરીતે કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાયું હતું. આ પાણી લાલ રંગનું અને તીવ્ર દુર્ગંધ છોડી રહ્યું હતું. સ્થાનિકો આસપાસના ખેતરોમાં ખેતી માટે આ પાણીનો ઉપયોગ કરતા હોય છે. ભૂગર્ભજળમાં પણ આ કેમિકલ ઉતરવાથી ખેડૂતોની મહામૂલી જમીન નકામી બની રહી છે તો ખેતીને પણ ભારે નુકશાન પહોંચી રહ્યું છે. સ્થાનિકો વારંવાર આ પ્રકારની  ઘટનાઓ ઉપર સરકારી વિભાગનું કોઈ નિયંત્રણ ન હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.આ સમસ્યા માત્ર એક સ્થળે નહિ પરંતુ અંકલેશ્વર પાનોલીમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે

જિલ્લાપંચાયના ભડકોદ્રાના સભ્ય પરેશ પટેલએ જણાવ્યું હતું કે અંકલેશ્વર અને પાનોલી બે ઔદ્યોગિક વસાહત વચ્ચે ભડકોદ્રા ગામ આવેલું છે. વાંરવાર કેમીકલવાળું પાણી નાળામાં છોડાય છે આ પાણીથી ખેતી કરાય છે છે GPCB નિંદ્રામાં છે કોઈ રજૂઆત ધ્યાને નથી લેતા તો ખેડૂત રાકેશ પટેલએ જણાવ્યું હતું કે શેરડીની ખેતીને નુકશાન થયું છે સરકાર આ પ્રવૃત્તિ અટકાવે તે જરૂરી છે. પર્યાવરણવાદીઓ જણાવી રહ્યા છે કે આ પ્રકારની ઘટનાઓની અનદેખી જોખમી સાબિત થઇ શકે છે જે અટકાવવા અસરકારક કામગીરી થવી જરૂરી છે. પર્યાવરણવાદી સલીમ પટેલ જણાવી રહ્યા છે કે ચોમાસામાં વેપલો ફાલ્યો હતો હવે ચોમાસુ ગયું છતાં પ્રવૃત્તિ અટકતી નથી. આ પાણી સ્થાનિકો માટે જોખમી સાબિત થઇ શકે છે.

અંકલેશ્વરમાં કેમીકલમાફીયાઓ બેફામ બન્યા છે. સમયાંતરે બનતી વેસ્ટર્ન નિકાલની ઘટનાઓ સ્થાનિક વિસ્તાની જળ અને જમીન સંપત્તિનું નિકંદન કાઢે તે પૂર્વે સરકાર અસરકારક પગલાં ભારે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati