અંકલેશ્વરમાં આભ ફાટ્યું 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

ભરૂચ અને અંક્લેશ્વરમાં વરસાદે ધડબડાટી બોલાવી છે. આજે સવારે આભ ફાટ્યું હોય તેવો દ્રશ્યો સર્જાયા હતા. ૨ કલાકમાં ભરૂચમાં ૨.૫ ઇંચ અને અંકલેશ્વરમાં ૫ ઇંચ વરસાદ ખાબકતા અત્ર તત્ર સર્વત્ર પાણીપાણી થયું હતું. ભરૂચ અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીએ કહેર વર્તાવ્યો હતો. અંકલેશ્વરમાં 2 કલાકમાં વરસેલા 5 ઇંચ વરસાદે ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર વિસ્તારને […]

અંકલેશ્વરમાં આભ ફાટ્યું 2 કલાકમાં  5 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
અંકલેશ્વરમાં આભ ફાટ્યું 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
Ankit Modi

| Edited By: Pinak Shukla

Sep 23, 2020 | 4:52 PM

ભરૂચ અને અંક્લેશ્વરમાં વરસાદે ધડબડાટી બોલાવી છે. આજે સવારે આભ ફાટ્યું હોય તેવો દ્રશ્યો સર્જાયા હતા. ૨ કલાકમાં ભરૂચમાં ૨.૫ ઇંચ અને અંકલેશ્વરમાં ૫ ઇંચ વરસાદ ખાબકતા અત્ર તત્ર સર્વત્ર પાણીપાણી થયું હતું. ભરૂચ અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીએ કહેર વર્તાવ્યો હતો.

અંકલેશ્વરમાં 2 કલાકમાં વરસેલા 5 ઇંચ વરસાદે ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર વિસ્તારને ડુબાડી દીધું હતું. શહેરના ભાંગવાડ, ભરૂચી નાકા અને જીઆઇડીસી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાવાથી વાહન વ્યવહાર અને જનજીવનને ભારે અસર પોહચી હતી. લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાયા હતા.

ભરૂચમાં પાંચબત્તી, સેવાશ્રમ રોડ, શક્તિનાથ ગરનાળુ, કસક નાળુ, સર્કલ, ધોળીકુઈ, દાંડિયાબજારમાં વરસાદી પાણીનો કહેર દેખાયો હતો. ગાંધીબજાર – ફુરજામાં ધસમસતા પાણીએ ફ્લેશફ્લડ જેવા દ્રશ્યો નજરે પાડયા હતા.

જિલ્લામાં 143 % વરસાદ વરસી ગયો

ભરૂચ જિલ્લામાં વરસાદની સરેરાશ 6225 મિમી છે. જેની સામે અત્યાર સુધી 8907 મિમી એટલે કે મોસમનો 143 % વરસાદ નોંધાઇ ચુક્યો છે. ગત વર્ષે 6 વર્ષનો રેકોર્ડ તોડી સિઝનનો રેકોર્ડ બ્રેક 184.22 ટકા વરસાદ નોંધાયો હતો.

આજે બપોરે ૨ વાગ્યા સુધી વરસેલા વરસાદના આંકડા

અંકલેશ્વર 5 ઇંચ
ભરૂચ 2.5 ઇંચ
નેત્રંગ 1.5 ઇંચ
વાલિયા 1 ઇંચ
ઝઘડિયા 1.5 ઇંચ
હાંસોટ 0.4 ઇંચ
આમોદ 3 મી.મી.
વાગરા 3 મી.મી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati