અનિંદ્રા સહિત બીજી ઘણી તકલીફોથી છુટકારો અપાવશે જાયફળ

જો ખાવાની વાત આવે તો ભારતીય વાનગીઓની સરખામણી ભાગ્યે જ કોઈ કરી શકે. ભારતીય રસોઈમાં જાતજાતના મસાલાઓ ઉપલબ્ધ છે અને તેમાંથી એક છે જાયફળ. લગભગ દરેક રસોડામાં તે જોવા મળે છે. તે ફક્ત સ્વાદ જ નથી વધારતો પણ તેમાં ભરપૂર ઔષધીય ગુણો પણ આવેલા છે. મિરીસ્ટિકા નામના વૃક્ષમાંથી મળતા ફળને જાયફળ કહેવાય છે. આ મસાલાનો […]

અનિંદ્રા સહિત બીજી ઘણી તકલીફોથી છુટકારો અપાવશે જાયફળ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:03 PM

જો ખાવાની વાત આવે તો ભારતીય વાનગીઓની સરખામણી ભાગ્યે જ કોઈ કરી શકે. ભારતીય રસોઈમાં જાતજાતના મસાલાઓ ઉપલબ્ધ છે અને તેમાંથી એક છે જાયફળ. લગભગ દરેક રસોડામાં તે જોવા મળે છે. તે ફક્ત સ્વાદ જ નથી વધારતો પણ તેમાં ભરપૂર ઔષધીય ગુણો પણ આવેલા છે. મિરીસ્ટિકા નામના વૃક્ષમાંથી મળતા ફળને જાયફળ કહેવાય છે. આ મસાલાનો ઉપયોગ હજારો વર્ષોથી કરવામાં આવે છે. તેમાં એન્ટીઇનફ્લેમેટરી, એન્ટી માઈક્રોબિયલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ આવેલા છે.

anindra sahit biji gani taklifo thi chutkaro aapavse jayfal

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). અનિંદ્રાની સમસ્યાથી છુટકારો અપાવે છે. તેના માટે જાયફળનો બે અઠવાડિયા સુધી ઉપયોગ કરવો જોઈએ. તેના કરતાં વધારે ઉપયોગ નહીં કરવાની સલાહ આપવામાં આવી છે. ગેસ્ટ્રીક જલન ઓછી કરે છે. પાચન તંત્ર સુધરે છે.

2). દર્દ નિવારક તરીકે કામ કરે છે. સાંધામાં દુઃખાવા અને સોજાની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કેન્સરને અટકાવવામાં કંઈક અંશે મદદરૂપ સાબિત થાય છે. એન્ટી બાયોટિક ગુણો હોવાથી તે લોહીમાં રહેલ સુગરનું પ્રમાણ પણ ઓછું કરે છે. ડાયાબીટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ છે.

3). તેમાં એન્ટીકૈરોજેનિક નામના તત્વ દાંતને તૂટવાથી બચાવે છે. મોંઢાના સ્વાસ્થ્ય માટે જાયફળ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

anindra sahit biji gani taklifo thi chutkaro aapavse jayfal

4). આરોગ્ય અને દાંતની સાથે જ દિમાગ માટે પણ તે બેસ્ટ છે. તે યાદશક્તિ અને શીખવાની ક્ષમતા વધારે છે. ચિંતા દૂર કરવામાં પણ મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

5). કોલેસ્ટ્રોલના વધતા સ્તરને રોકવા માટે અને વજન ઓછું કરવા માટે પણ લોકો જાયફળનો ઉપયોગ કરી શકે છે. જે મહિલાઓને ખીલની સમસ્યા હોય તેમના માટે પણ ફાયદાકારક છે.

નોંધ : જાયફળની પ્રકૃતિ ગરમ હોય છે એટલે ઉનાળામાં તેનું સેવન નુકશાનકારક છે. વધારે પડતા સેવનથી ધબકારા તેજ થવા, ગભરામણ અને ઉલટી જેવી સમસ્યા થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓએ તબીબોની સલાહ બાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">