કન્કશન વિવાદ પર હવે અનિલ કુંબલે પણ બોલ્યા, ફિઝીયોને બોલાવવાનુ કામ અંપાયરનુ છે, નહી કે ઇજાગ્રસ્ત ખેલાડીનુ

  • Publish Date - 8:51 am, Sun, 6 December 20 Edited By: Bipin Prajapati
કન્કશન વિવાદ પર હવે અનિલ કુંબલે પણ બોલ્યા, ફિઝીયોને બોલાવવાનુ કામ અંપાયરનુ છે, નહી કે ઇજાગ્રસ્ત ખેલાડીનુ

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટી20 મેચ દરમીયાન રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયો હતો. તેના પછી તેના કન્કશનને લઇને વિવાદ શરુ થયો હતો. જાડેજાના બદલે બોલીંગ માટે યુઝવેન્દ્ર ચહલને સબસીટ્યુટ ના રુપે મેદાન પર ઉતાર્યો હતો. ઓસ્ટ્રેલીયાની ટીમ તરફ થી આ વાતને લઇને નારાજગી દર્શાવવામાં આવી હતી.

પૂર્વ ભારતીય કેપ્ટન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલની સમિતીના ચેરપર્સન અનિલ કુંબલે પણ આ મામલે બોલ્યા છે. તેમણે કહ્યુ હતુ કે ફિલ હ્યુઝ ની સાથે દુખદ ઘટના સર્જાવાના બાદ આ નિયમ બનાવવા માટે મજબૂર થવુ પડ્યુ છે. એક સબસ્ટીયુટ ખેલાડી ને સામેલ કરવો નિયમ લાવવામાં આવ્યો. કારણ કે જ્યારે કોઇના માથામાં ઇજા પહોંચે છે તે કન્કશન એક મોટી ચિજ છે. મને ખ્યાલ છે કે જાડેજાને માંસપેશીમાં ખેંચાણ થયુ છે, જેના પહેલા કે તેના માથા પર ઇજા પહોંચી. જ્યારે પણ અમે આ વાતને કહીએ છીએ કે, તેને માથામાં ઇજા પહોંચી છે, તો તેને રિપ્લેસમન્ટ થી કોઇ લેવા દેવા નથી.

મને નથી લાગતુ કે ફીઝીયોને બોલાવવાનો ફેંસલો એનો નહોતો. એ તો અંપાયરનુ કામ છે, તેમનો નિર્ણય હોય છે કે તે રમતને રોકે અને  ફિઝીયોને મેદાન પર બોલાવે. આમ એટલા માટે નથી થયુ કે જાડેજાએ દોડીને એક રન લીધો હતો અને તેના બાદ પણ રમત જારી રાખી હતી. તે ઠીક હતો. તે જરુરી નથી કે કન્કશન હંમેશા મેદાનમાં જ ઇજા થવા દરમ્યાન જ થઇ શકે. તમે ડ્રેસીંગ રુમમાં પરત ફરો છો અને માથામાં દુખાવો થાય છે કે ચક્કર આવે છે તો ત્યારે પણ ડોક્ટરને બતાવી શકો છો. આવુ પણ આ મામલામાં થયુ હોઇ શકે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati