પ્લાસ્ટિક પ્રદુષણને નિયંત્રણ કરવા માટે રાજ્ય સરકાર સાથે મળીને અમૂલ શરૂ કરશે આ અનોખી પહેલ, ગ્રાહકને પણ થશે આ મોટો ફાયદો

પ્લાસ્ટિક પ્રદુષણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે આ પ્લાસ્ટિક પ્રદુષણ પર  નિયંત્રણ કરવા રાજ્ય સરકાર સાથે મળી વિશ્વની મિલ્ક પ્રોડક્ટની  સોથી મોટી બ્રાંડ અમુલ એક નવું પગલું ભરવા જઈ રહ્યું છે. જેમાં અમુલ દુધની થેલીમાં વપરાતા પ્લાસ્ટીકને રીસાયકલ કરવામાં આવશે અને રીસાયકલ કર્યા બાદ આ પ્લાસ્ટીકમાંથી સિંચાઈ માટેની પાઈપો અને તાડપત્રી બનાવવામાં આવશે. પર્યાવરણની સુરક્ષા […]

પ્લાસ્ટિક પ્રદુષણને નિયંત્રણ કરવા માટે રાજ્ય સરકાર સાથે મળીને અમૂલ શરૂ કરશે આ અનોખી પહેલ, ગ્રાહકને પણ થશે આ મોટો ફાયદો
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jun 29, 2019 | 8:33 AM

પ્લાસ્ટિક પ્રદુષણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે આ પ્લાસ્ટિક પ્રદુષણ પર  નિયંત્રણ કરવા રાજ્ય સરકાર સાથે મળી વિશ્વની મિલ્ક પ્રોડક્ટની  સોથી મોટી બ્રાંડ અમુલ એક નવું પગલું ભરવા જઈ રહ્યું છે. જેમાં અમુલ દુધની થેલીમાં વપરાતા પ્લાસ્ટીકને રીસાયકલ કરવામાં આવશે અને રીસાયકલ કર્યા બાદ આ પ્લાસ્ટીકમાંથી સિંચાઈ માટેની પાઈપો અને તાડપત્રી બનાવવામાં આવશે.

પર્યાવરણની સુરક્ષા માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નવા નવા પગલા ભરવામાં આવી રહ્યા છે અને કેવી રીતે આ પ્રદુષણ ઓછુ કરી શકાય તે દિશામાં પણ બંને સરકારો વિચારી રહી છે અને કેવા પગલા ભરવામાં આવે જેનાથી પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી શકાય. જો કે સરકારની આ પહેલમાં હવે અમુલ પણ મોટો ભાગ ભજવવા જઈ રહી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દેશમાં પ્રતિ દિવસ અમુલ દૂધ અને અમૂલની અન્ય પ્રોડક્ટની 1.25 લાખ થેલીઓ ગ્રાહકોના ઘર સુધી પહોંચે છે અને કેટલાક ગ્રાહકો દ્વારા આ થેલીઓ કચરામાં નાખી દે છે તો કેટલાક ગ્રાહકો આ થેલીઓને પ્રતિ કીલો 30 રૂપિયાની કીંમતે ભંગારમાં આપી દે છે. જો કે આગામી દિવસોમાં અમુલ દ્વારા રાજ્ય સરકાર સાથે મળી એક પ્લાન બનાવવા જઈ રહી છે. જેમાં અમૂલના કુલ 8000 કરતા વધારે સ્ટોલ આવેલા છે.

આ પણ વાંચો: VIDEO: AMCના સાબરમતી નદીના સફાઈ અભિયાનની ખુલી પોલ, AMCએ જ ગટરનું પાણી ટ્રીટ કર્યા વિના નદીમાં ઠાલવ્યું

આ સ્ટોલ મારફતે જ અમુલની  વિવિધ પ્રોડક્ટની ખાલી થેલીઓ કલેકટ કરવામાં આવશે અને આ થેલીઓને રીસાયકલ કરી તેમાંથી ઈરીગેશન પાઈપ અને તાડપત્રી જેવી વસ્તુઓ રાજ્ય સરકાર સાથે મળી બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમૂલના MD ડો. આર.એસ.સોઢીએ જણાવ્યું કે અત્યારે જે થેલીઓ રીસાયકલ માટે જાય છે તેમાંથી ઈરીગેશન પાઈપો અને પ્લાસ્ટીકની વસ્તુઓ બજારમાં વેચાઈ રહી છે ,દૂધની પ્લાસ્ટિક  ફિલ્મ 125 થી 150 રૂપિયે ખરીદવામાં આવે છે અને જયારે તેને રીસાયકલ કરવામાં આવે છે તો 60 થી 70 રૂપિયે કિલો દાણા માર્કેટમાં વેચાઈ રહ્યા છે. ગુજરાતમાં 1 કરોડ 25 લાખ થેલીઓ વેચાય છે. 8000 આઉટ લેટ દ્વારા આ થેલીઓ પરત મેળવવાની કામગીરી કરવામાં આવશે.

અમૂલના MD ડો. આર.એસ.સોઢીએ વધુમાં જણાવ્યું કે અમુલ તેયાર છે,રાજ્ય સરકારને સહયોગ આપવા માટે અમે તો દૂધ કી થેલીઓનું રીસાયકલ કરીશું પણ શેમ્પુ ,ફૂડ ,ચીપસ પેકેટ છે. તેના વિશે પણ કંઈક કરવુ જોઈએ. મલ્ટી લેયર પેકિંગ બંધ કરાવવા જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પ્લાસ્ટિક પ્રદુષણ દુર કરવાની રાજ્ય અને કેન્દ્ર સરકારની પહેલમાં અમુલ દ્વારા સહયોગ આપવામાં આવશે અને એક ચોક્કસ ગ્રાહકો પાસેથી ખાલી દૂધ અને અમુલ પ્રોડક્ટની થેલીઓ પરત મેળવવામાં આવશે. જેની સામે ગ્રાહકોને પણ તેનું વળતર આપવામાં આવશે અને અમુલ ગુજરાત સરકારના પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પર્યાવરણ પ્રોટેક્શન વિભાગ સાથે મળી આગામી દિવસોમાં ચોક્કસ પ્લાન રાજ્ય સરકારમાં રજુ કરવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">