અમરેલીના ખાંભા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદ, ગીરસોમનાથના ઉના અને ગીરગઢડામાં પણ વરસાદથી ખેડૂતો ચિંતિત

  • Publish Date - 5:00 pm, Thu, 10 December 20
અમરેલીના ખાંભા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદ, ગીરસોમનાથના ઉના અને ગીરગઢડામાં પણ વરસાદથી ખેડૂતો ચિંતિત

અમરેલી જિલ્લામાં ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે. ખાંભામાં વરસાદી છાંટા પડયા છે. જયારે સાવરકુંડલાના વિજપડી ગામમાં પણ હળવો વરસાદ પડયો છે. સાથે જ પીપાવાવ અને વિક્ટર સહિતના ગામમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે.

 

તો અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તાર વારાસ્વરુપ, કોવાયા, ભાકોદર સહિતના ગામોમાં વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.

 

તો ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. ઉના અને ગીરગઢડાના ગામડાઓમાં વરસાદ પડયો છે. કોડીનાર, સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડયો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે કમોસમી વરસાદ પડયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati