VIDEO: અમરેલીના લાઠીમાં ગાંધીજીની પ્રતિમાની તોડફોડના કેસમાં 3 ઓડિયો વાયરલ, અસામાજીક તત્વોને નામે હોબાળો કરવાનો કારસો ઉઘાડો પડ્યો

અમરેલીના લાઠીના હરિકૃષ્ણ સરોવર તથા નારાયણ સરોવર પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમાની તોડફોડ થઈ હતી. આ કેસમાં હવે ચોંકાવનારી વાત સામે આવી છે. આ પ્રતિમા ઘોળકિયા ફાઉન્ડેશનના જ કેટલાંક માણસોએ તોડી હોવાના આક્ષેપ થઇ રહ્યાં છે. આ આક્ષેપોને પુરવાર કરતી કેટલીંક ઓડીયો ક્લિપ પણ વાયરલ થઇ છે. જેમાં બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતમાં ધોળકીયા ફાઉન્ડેશન માણસોએ પ્રતિમા […]

VIDEO: અમરેલીના લાઠીમાં ગાંધીજીની પ્રતિમાની તોડફોડના  કેસમાં 3 ઓડિયો વાયરલ, અસામાજીક તત્વોને નામે હોબાળો કરવાનો કારસો ઉઘાડો પડ્યો
Follow Us:
| Updated on: Jan 06, 2020 | 4:44 AM

અમરેલીના લાઠીના હરિકૃષ્ણ સરોવર તથા નારાયણ સરોવર પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમાની તોડફોડ થઈ હતી. આ કેસમાં હવે ચોંકાવનારી વાત સામે આવી છે. આ પ્રતિમા ઘોળકિયા ફાઉન્ડેશનના જ કેટલાંક માણસોએ તોડી હોવાના આક્ષેપ થઇ રહ્યાં છે. આ આક્ષેપોને પુરવાર કરતી કેટલીંક ઓડીયો ક્લિપ પણ વાયરલ થઇ છે. જેમાં બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતમાં ધોળકીયા ફાઉન્ડેશન માણસોએ પ્રતિમા તોડી હોવાની કબૂલાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: બગદાદમાં અમેરિકી દુતાવાસની પાસે ફરી રોકેટથી હુમલો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઓડિયો ક્લિપ અનુસાર એક વ્યક્તિ પ્રતિમા તોડ્યા પછી બીજે લઈ જવાનો ઉલ્લેખ કરે છે. પ્રતિમા તૂટ્યા પછી બીજે લઈ જવાની ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ વાત છે. તો અગાઉથી નક્કી કરેલા ષડયંત્ર અનુસાર જેસીબીમાં તેના ટુકડા પાછા લાવીને ફરી ત્યાં જ વિખેરી દેવાનો ઉલ્લેખ પણ બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતમાં છે. આ ઉપરાંત સવારે 100થી વધારે લોકોને ભેગા કરી એસપીને બોલાવી માહોલ બગાડવાની પણ ચર્ચા કરી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નારાયણ સરોવરનો કાંઠો જાહેર સ્થળ હોવાથી અસામાજીક તત્વો દ્વારા પ્રતિમાની તોડફોડ કરાયાની જાહેરાત કરાઈ હતી. આવરા તત્વો અવારનવાર હેરાનગતિ અને તોડફોડ કરતા હોવાનો આક્ષેપ ધોળકિયા ફાઉન્ડેશનના માણસો દ્વારા કરાયા હતા. આ પૂર્વે પણ 100થી વધુ વાવેતર કરાયેલા લીમડા કાપી નંખાયા હોવાની રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરાઈ હતી. ત્યારે આ પ્રકારની ઓડીયો ક્લિપથી ખળભળાટ મચી ગયો છે. એક અન્ય ક્લિપમાં પણ પોલીસ અને સીસીટીવી કેમેરાથી બચી જવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બે વ્યક્તિઓ વાતો કરે છે કે દાદાને આ ઘટના અંગે ખબર નથી. એટલે કે આ ટ્ર્સ્ટના મુખ્ય વ્યક્તિઓને મૂર્તી તોડવાના ષડયંત્ર વિષે કોઇ ખ્યાલ નથી. આ કરતૂત ટ્ર્સ્ટમાં કામ કરતા કોઇ વ્યક્તિઓએ કર્યું હોય તેવી આશંકા છે. ગાંધીજીની પ્રતિમાના નામે માહોલ બગાડવા પાછળ કરોડોની જમીન હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ઓડિયો ક્લીપને પુરાવા તરીકે લઈ પોલીસે ખરાઈ અર્થે FSLમાં મોકલી છે. આ કેસમાં પોલીસે પ્રતિમા તોડ્યા બાદ પાછી લાવીને ત્યાં જ ગોઠવનારા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">