ભાજપની ગાંધી સંકલ્પ યાત્રામાં અલ્પેશ ઠાકોરની સૂચક ગેરહાજરીથી કોને આપવા માગે છે સંદેશ?

17 નવેમ્બરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં યોજાયેલી ગાંધી સંકલ્પ યાત્રાનું મગળવારે ગાંધી આશ્રમ ખાતે સમાપન થયું. સમાપન દમિયાનન કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા. જો કે, રેલીમાં શરૂઆતથી સમાપન સુધી એક વ્યક્તિની સૂચક ગેરહાજરી જોવા મળી અને જેનું નામ છે અલ્પેશ ઠાકોર. […]

ભાજપની ગાંધી સંકલ્પ યાત્રામાં અલ્પેશ ઠાકોરની સૂચક ગેરહાજરીથી કોને આપવા માગે છે સંદેશ?
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 19, 2019 | 3:35 PM

17 નવેમ્બરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં યોજાયેલી ગાંધી સંકલ્પ યાત્રાનું મગળવારે ગાંધી આશ્રમ ખાતે સમાપન થયું. સમાપન દમિયાનન કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા. જો કે, રેલીમાં શરૂઆતથી સમાપન સુધી એક વ્યક્તિની સૂચક ગેરહાજરી જોવા મળી અને જેનું નામ છે અલ્પેશ ઠાકોર.

આ પણ વાંચોઃ જીવનને સતત હસતું અને ખીલતું રાખવા આ ઉંમરે પણ ડાન્સની લઈ રહ્યા છે ટ્રેનિંગ, દાદીને ડાન્સ પસંદ છે!

એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો

એક તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન, રાજનીતિના ચાણક્ય અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહના લોકસભા ક્ષેત્રમાં યોજાઈ રહેલી ગાંધીયાત્રામાં ત્રણેય દિવસ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આગેવાની લીધી હતી. અમદાવાદના ધારાસભ્યથી માંડી કોર્પોરેટર, ભાજપના પદાધિકારીઓ અને કેબિનેટ પ્રધાને યાત્રામાં જોડાયા. ત્યારે અલ્પેશ ઠાકોર યાત્રાથી દૂર રહયા. આ વાત તમામ લોકોના આંખે ઉડીને એટલે પણ વળગી કેમ કે, મગળવારે ગાંધીયાત્રાનો પ્રારંભ રાણીપથી કરાવમાં આવ્યો હતો. જ્યાંથી અલ્પેશ ઠાકોરનું નિવાસ્થાન ભાગ્યે 400 મીટરની અંતર પર હતું. તેમ છતાં અલ્પેશ ઠાકોર કે, ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોરના સમર્થકો યાત્રાથી અળગા રહ્યા હતા.

ગુજરાતની રાજનીતિ પર અમિત શાહની સીધી નજર રહે છે. ચૂંટણીમાં ઉમેદવારના નામની પસંદગી, સરકારના મંત્રાલયની ફાળવણી, સંગઠનની નિમણૂકો પર અમિત શાહની અહેમ ભૂમિકા માનવામાં આવે છે. અને એ જ કારણ છે કે, અમિત શાહ જ્યારે પણ ગુજરાતમાં આવે ત્યારે કાર્યકર્તાઓથી માંડી નેતાઓની શુભેચ્છા મુલાકાત માટે લાંબી કતાર લાગે છે. સાથે જ તેમના મત વિસ્તારમાં કાર્યક્રમમાં મોટાભાગે બધા હાજરી આપતા હોય છે. તેમજ કાર્યક્રમ સફળ કરવા એડીચોટીનું જોર પણ લગાડવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ તમામ બાબતોથી અલ્પેશ ઠાકોર પણ ખૂબ સારી રીતે વાકેફ છે. તેમ છતાં તેમના ઘરની નજીકથી નીકળેલી યાત્રામાં ગેરહાજરીને સૂચક માનવામાં આવી રહી છે. અને પાર્ટીમાં ચોક્કસ પ્રકારનો સંદેશ આપવા માંગતા હોય એવું લાગી રહ્યું છે. જો કે, સૂત્રોની માનીએ તો, અલ્પેશ ઠાકોરને આજે પણ ભાજપનો એક ચોક્કસ વર્ગ સ્વીકારતો નથી. જેના કારણે તેઓ પણ નથી ઇચ્છતા કે, અલ્પેશ ઠાકોર અમદાવાદ કે પ્રદેશના કાર્યક્રમ હાજરી આપે. જેના કારણે મેસેજ પણ યોગ્ય રીતે અને યોગ્ય સમયે આપવામાં આવતો નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાધનપુરમાં અલ્પેશ ઠાકોરના સારથી બનેલા શંકર ચૌધરી હોય કે, અલ્પેશના સાથીદાર ધવલજી ઝાલા પણ આ યાત્રામાં જોડાયા હતા. પરંતુ અલ્પેશ ઠાકોરે યાત્રાથી પોતાને અલગ જ રાખ્યા હતા. જો કે, અલ્પેશ ઠાકોરની ગેરહાજરી હોય એવી આ પહેલી ઘટના નથી. સૂત્રોની માનીયે રાધનપુરમાં અલ્પેશ ઠાકોરની હારનો ડંખ હજુ પણ એમને હોય અને હાર પાછળ ક્યાંય ભાજપના જ કેટલાક લોકો જવાબદાર હોય એવું તે માને છે. અને આ અંગે રજૂઆત પણ પાર્ટીમાં કરી છે.

જો કે, વિધાનસભાના પરિણામ બાદ અલ્પેશ ઠાકોર ભાજપના કોઈપણ જાહેર મંચ પર જોવા મળ્યા નથી. કમલમમાં યોજાયેલી પ્રદેશ બેઠક હોય કે, અમદાવાદમાં યોજાયેલા સ્નેહમિલન, જિલ્લામાં યોજાતા ભાજપના કાર્યક્રમો. અલ્પેશ પોતાની હાર બાદ ભાજપમાં જ રહીને પાર્ટીથી અલગ મોરચો ખોલી દીધો હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અલ્પેશ ઠાકોરે કર્યું છે.

ચૂંટણીના પરિણામો બાદ અલ્પેશ ઠાકોરે રાધનપુર ખાતે આભારદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં માત્ર ઠાકોર સેનાના જ પદાધિકારીઓ ઉપસ્થિત હતા. ભાજપના કોઈ નેતા હાજર ન હતા. જો કે રાધનપુરમાં શંકર ચૌધરીએ પણ સ્નેહમિલનનું આયોજન કર્યું હતું. એ મંચ પર પણ અલ્પેશ ઠાકોર જોવા મળ્યા નહોતા. સ્થાનિકો કહે છે કે, અલ્પેશ ઠાકોરને આમંત્રણ જ આપવામાં આવ્યું ન હતું. તો દિવાળી બાદ અલ્પેશ ઠાકોરના નિવસ્થાને માત્ર ઠાકોર સેનાના જ કાર્યકર્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભાજપના કોઈ કાર્યકર્તાઓને બોલાવ્યા ન હતા.

અમદાવાદમાં મોટાપાયે રિવરફ્રન્ટ પણ ભાજપનો સ્નેહ મિલન કર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પણ એમની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. આજે પણ એ જ ગેરહાજરીનું પુનરાવર્તન થયું. જો કે, આ અંગે જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે વાતચીત કરવામાં આવી તો, એમણે પણ આ અંગે ગોળ ગોળ જવાબ આપ્યો. અલ્પેશ ઠાકોરની ગેરહાજરીનો સ્પષ્ટ જવાબ પાર્ટીના પદાધિકારીઓ પાસે નથી. મહત્વનું છે કે, સંગઠન સંરચનાની કામગીરી હાલમાં હાથ ધરાઈ છે. ત્યારે ભાજપમાં આંતરિક વિખવાદો સપાટીએ આવી રહ્યો છે. ત્યારે અલ્પેશ ઠાકોરની ગેર હાજરી પણ અનેક સંકેતો આપી રહી છે. ત્યારે આ આંતરિક વિખવાદનું શું પરિણામ આવશે એ જોવું રહ્યું

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">