રાજનીતિક દોસ્ત બની ગયા રાજનીતિક દુશ્મન! હાર્દિક-અલ્પેશે એકબીજા પર શરૂ કર્યા આરોપ-પ્રત્યારોપ!

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર પ્રહાર કર્યા. હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને માન-સન્માન અને તાકાત આપી પરંતુ તે તેને પચાવી ના શક્યાં.   અલ્પેશ ઠાકોર 2017 માં ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાંમાં જોડાયાના 18 માસમાં જ તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. હાર્દિક પટેલે […]

રાજનીતિક દોસ્ત બની ગયા રાજનીતિક દુશ્મન! હાર્દિક-અલ્પેશે એકબીજા પર શરૂ કર્યા આરોપ-પ્રત્યારોપ!
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Apr 14, 2019 | 1:18 PM

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર પ્રહાર કર્યા. હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને માન-સન્માન અને તાકાત આપી પરંતુ તે તેને પચાવી ના શક્યાં.

 

અલ્પેશ ઠાકોર 2017 માં ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાંમાં જોડાયાના 18 માસમાં જ તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. હાર્દિક પટેલે વધુમાં કહ્યું કે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને સન્માન અને તાકાત આપી પરંતુ તેમને કોંગ્રેસ સામે જ આરોપો લગાવાનું શરૂ કર્યું. અલ્પેશ ઠાકોર કોંગ્રેસના બધા જ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યા બાદ કહ્યું કે કોંગ્રેસે તેમેનું અપમાન કર્યું અને છેતરપિંડી પણ કરી. આ ઉપરાંત તેમને કોંગ્રેસ પર ટિકીટ વેચવાની, ઠાકોર સમાજનું અપમાન કરવાનું અને વિશ્વાસઘાત કરવાનો પણ આરોપ લગાવ્યા.

TV9 Gujarati

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

2017 માં ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ પોત-પોતાના સમાજનું સંગઠન કરી અને સમાજના વિકાસની વાતો કરી હતી પરંતુ આજે આ ત્રણેય નેતાઓ અલગ-અલગ રસ્તાઓ પકડી લીધા છે.

અલગ-અલગ સમાજના આ ત્રણેય નેતાઓ એક સમયે ભાજપ સામે ભારે પડ્યા હતા અને કોંગ્રેસને સમર્થન આપી તેને મજબૂત સ્થિતિમાં લાવી દીઘી હતા. પરંતુ આ નેતાઓ સમાજ અને લોકોના વિકાસને બદલે પોતાના સ્વાર્થ માટે કામ કરી રહયા હોય તેવું લાગે છે અને એટલા માટે જ આજે તેમના સમાજના જ ઘણા લોકો તેમનો વિરોધ કરી રહયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">