ભારતીય ક્રિકેટર્સની સાથે તેમની પત્નિ-બાળકો પણ જશે ઓસ્ટ્રેલીયા, બીસીસીઆઇએ આપી છુટછાટ

  • Publish Date - 8:51 am, Sat, 31 October 20 Edited By: Bipin Prajapati
ભારતીય ક્રિકેટર્સની સાથે તેમની પત્નિ-બાળકો પણ જશે ઓસ્ટ્રેલીયા, બીસીસીઆઇએ આપી છુટછાટ

ટી-20 લીગના ખતમ થવા સાથે જ ટીમ ઇન્ડિયા યુએઇ થી જ સીધા જ ઓસ્ટ્રેલીયા ના પ્રવાસ માટે રવાના થઇ જશે. આ પ્રવાસ દરમ્યાન ભારતીય ખેલાડી પોતાના પરીવારની સાથે લઇ જઇ શકે છે. એક અંગ્રેજી સમાચાર પત્રના મુજબ ભારતીય ખેલાડીઓની પત્નિ અને તેમના બાળકો ઓસ્ટ્રેલીયાના પુરા પ્રવાસ દરમ્યાન ખેલાડીઓની સાથે રહી શકે છે. બીસીસીઆઇ એ પણ ખેલાડીઓને આશ્વાસન આપ્યુ છે કે, તેઓ તેમના પરીવાર સાથે જ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે જઇ શકે છે. આ પહેલા કેટલાંક પ્રતિબંધો, અનિવાર્ય બાયો બબલ અને અન્ય કારણોને જોતા, બીસીસીઆઇ  ખેલાડીઓને પરીવાર સાથે પ્રવાસ કરવા માટે આશ્વત નહોતુ. પરંતુ બાદમાં હવે તેણે હકારો ભર્યો છે.

બીસીસીઆઇને માટે આ એક મોટુ ટાસ્ક છે, કે તે આવડા મોટા દળ  એટલે કે, ખેલાડી, કોચીંગ સ્ટાફ ને તેમના પરીવાર માટે બાયો-બબલ નિર્માણ કરવુ પડશે. જોકે હાલ તો રીપોર્ટની વાત ને માનીએ તો બીસીસીઆઇ એ આ મામલે હવે લીલી ઝંડી દર્શાવી દીધી છે. કારણ કે સિનીયર ખેલાડીઓએ પોતાના પરીવારને પોતાની સાથે લઇ જવા માટે બોર્ડ સમક્ષ આગ્રહ કર્યો હતો. જોકે યુએઇમાં ખેલાડીઓ પોતાના પરીવાર સાથે પહોંચશે કે નહી તેનો નિર્ણય બીસીસીઆઇએ ફ્રેંન્ચાઇઝીઓ પર છોડી દીધો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ ના ખેલાડીઓને પરિવારને સાથે રાખવાની આ સિઝનમાં અનુમતિ નહોતી આપી. તો વળી તેની સામે મુંબઇ ઇન્ડિયન્સે પોતાના ખેલાડીઓને આની અનુમતી આપી હતી. વિરાટ કોહલી પણ પોતાની પત્નિ અનુષ્કા શર્મા સાથે યુએઇમાં છે. તેમજ તે ટીમના અન્ય ખેલાડીઓ સાથે નહી પરંતુ ચાર્ટર પ્લેન થી મુંબઇ થી દુબઇ આવ્યો હતો. ખેલાડીઓની પત્નિ અને ગર્લફેન્ડને લઇને બીસીસીઆઇની નીતી અલગ અલગ રહી છે.

બીસીસીઆઇ એ વર્ષ 2018 માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા ના પ્રવાસ પર ખેલાડીઓના પરીવાર અને ગર્લફેન્ડની સાથે જવા માટે અનુમતી અપાઇ હતી. તો વળી ગઇ સાલ વર્ષ 2019માં વન ડે વલ્ડકપમાં ફક્ત 21 દીવસ માટે જ ખેલાડીઓને પરીવાર સાથે રહેવા માટે પરવાનગી અપાઇ હતી. ભારતીય ખેલાડીઓ પોતાના પરીવાર સાથે જ ટી-20 લીગની ફાઇનલ મેચ બાદ ઓસ્ટ્રેલીયા ના પ્રવાસ માટે રવાના થશે. ત્યાં પહોચ્યા બાદ 14 દીવસ માટે જરુરી આઇસોલેશનમાં વિતાવવુ પડશે. આ દરમ્યાન એક સપ્તાહ બાદ ટ્રેનિંગની પરવાનગી આપવામાં આવશે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલીયાના પ્રવાસ દરમ્યાન પ્રથમ ત્રણ વનડે મેચની સીરીઝ, બાદમાં ત્રણ ટી-20 મેચ અને બાદમાં ચાર ટેસ્ટ મેચ સીરીઝમાં ભાગ લેવાનો છે. પ્રથમ વન ડે 27 નવેમ્બરે, બીજો 29 નવેમ્બર અને ત્રીજો પહેલી ડિસેમ્બરે રમવામાં આવશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati