VIDEO: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકાર પર કર્યો મોટો પ્રહાર, દેશની અર્થવ્યવસ્થાને લઈને કરી ચિંતા

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે દેશની બગડતી અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમને કહ્યું કે અર્થવ્યવસ્થાની સ્થિતી આજે ખુબ ચિંતાજનક છે. GDP 5 ટકાએ પહોંચવો એ વાતનો સંકેત છે કે આપણે લાંબા મંદીના વમળમાં અટવાઈ ગયા છીએ. "All-Round Mismanagement" by government led to economic slowdown: Former Prime Minister Manmohan Singh #Tv9News pic.twitter.com/Sl911gWDMx Web Stories View more […]

VIDEO: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકાર પર કર્યો મોટો પ્રહાર, દેશની અર્થવ્યવસ્થાને લઈને કરી ચિંતા
Follow Us:
| Updated on: Sep 01, 2019 | 6:24 AM

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે દેશની બગડતી અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમને કહ્યું કે અર્થવ્યવસ્થાની સ્થિતી આજે ખુબ ચિંતાજનક છે. GDP 5 ટકાએ પહોંચવો એ વાતનો સંકેત છે કે આપણે લાંબા મંદીના વમળમાં અટવાઈ ગયા છીએ.

ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપથી આગળ વધવાની ક્ષમતા છે પણ મોદી સરકારના ગેરવહીવટે દેશની અર્થવ્યવસ્થાને મંદીમાં ધકેલી દીધો છે. મનમોહન સિંહે કહ્યું કે અર્થવ્યવસ્થા અત્યાર સુધી નોટબંધી અને GST જેવા પગલા ભરવાથી ઉપર આવી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય અર્થવ્યવસ્થા હાલના દિવસોમાં મંદી સામે ઝઝુમી રહી છે. છેલ્લા 3 મહિનામાં ભારતનો વિકાસ દર 5 ટકા રહ્યો હતો. જે બતાવે છે કે ભારત મંદીની જાળમાં ફસાઈ ગયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ગ્રોથ માત્ર 0.6 ટકા રહી. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે ઘરેલુ માંગમાં નિરાશા સ્પષ્ટ દેખાય છે અને વપરાશમાં વૃદ્ધિએ 18 મહિનાના સૌથી નીચા સ્તરે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નોમિનલ GDP 15 વર્ષના સૌથી નિચલા સ્તર પર પહોંચી ગઈ છે. મનમોહનસિંહે કહ્યું કે, રોકાણકારોમાં ભારે ઉદાસીનતા છે. આ આર્થિક સુધારાનો પાયો નથી. નોકરીઓની જગ્યાઓ પર પણ મનમોહન સિંહે મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું કે ઓટોમોબાઈલ સેક્ટરમાં 3.5 લાખ નોકરીઓ ખોવાઈ ગઈ છે.

આ પ્રકારે અસંગઠિત ક્ષેત્રમાં પણ મોટા પાયે લોકો નોકરીઓ ખોઈ રહ્યા છે. ગ્રામીણ ભારતની સ્થિતી વધારે દયનીય છે. ખેડૂતોને સારા ભાવ નથી મળી રહ્યા અને ગ્રામીણ આવક ઘટી ગઈ છે. મોદી સરકાર જે ફુગાવાનો દર દર્શાવે છે, તે આપણા ખેડુતો અને તેમની આવક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પૂર્વ વડાપ્રધાને વધુમાં કહ્યું કે સંસ્થાઓ જોખમમાં છે અને તેમની સ્વાયતતાને કચડી રહ્યા છે. સરકારે RBI પાસેથી 1.76 લાખ કરોડ રૂપિયા લીધા પણ તેમની પાસે કોઈ યોજના નથી કે આ પૈસાની સાથે શું થશે. આ સરકારમાં ભારતીય ડેટાની વિશ્વસનીયતા પ્રશ્નમાં આવી છે.

બજેટની જાહેરાતોને પાછી લેવામાં આવી, જેનાથી આતંરરાષ્ટ્રીય રોકાણકારોનો વિશ્વાસ હચમચી ગયો છે. ભૌતિક રાજકીય પરિવર્તનને કારણે વૈશ્વિક વેપારમાં સર્જાયેલી તકોનો લાભ લેવામાં ભારત નિષ્ફળ રહ્યું અને તેની નિકાસમાં પણ વધારો થઈ શક્યો નહી. મોદી સરકારમાં આર્થિક સંચાલનની આ સ્થિતી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">