IPL 2020: પાકિસ્તાન મુળનો અમેરીકન ખેલાડી અલી ખાન રમશે કલકત્તા નાઇટ રાઇડરની ટીમમાં, ઇજાથી બહાર ગાર્નીનુ લેશે સ્થાન

આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અમેરિકન ખેલાડી અલી ખાનનો પણ પ્રવેશ થયો છે. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ અમેરિકન ખેલાડી રમશે. ઇંગ્લેન્ડના ઝડપી બોલર હેરી ગાર્નીની જગ્યાએ પાકિસ્તાની મૂળના અલી ખાનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોલર ગુર્નીને ખભાની ઇજાના કારણે આઈપીએલમાંથી બહાર કરી દેવાયો છે. આને કારણે તે ગયા મહિને ઇંગ્લેન્ડના વિટાલીટી બ્લાસ્ટમાં પણ […]

IPL 2020: પાકિસ્તાન મુળનો અમેરીકન ખેલાડી અલી ખાન રમશે કલકત્તા નાઇટ રાઇડરની ટીમમાં, ઇજાથી બહાર ગાર્નીનુ લેશે સ્થાન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 18, 2020 | 5:18 PM

આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અમેરિકન ખેલાડી અલી ખાનનો પણ પ્રવેશ થયો છે. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ અમેરિકન ખેલાડી રમશે. ઇંગ્લેન્ડના ઝડપી બોલર હેરી ગાર્નીની જગ્યાએ પાકિસ્તાની મૂળના અલી ખાનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોલર ગુર્નીને ખભાની ઇજાના કારણે આઈપીએલમાંથી બહાર કરી દેવાયો છે. આને કારણે તે ગયા મહિને ઇંગ્લેન્ડના વિટાલીટી બ્લાસ્ટમાં પણ રમ્યો ન હતો.

ALI KHAN

ટીકેઆરએ સીપીએલ 2020નો ખિતાબ જીત્યો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અલી ખાન 2020માં કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં ટ્રિમ્બેગો નાઈટ રાઇડર્સ (ટીકેઆર) તરફથી રમતા જોવા મળ્યો હતો. ટીકેઆર આ સિઝનમાં ચેમ્પિયન બની છે. ટીમે તેની ટૂર્નામેન્ટની તમામ 12 મેચ જીતી લીધી હતી. ટીકેઆર અને કેકેઆર બંને ટીમ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની માલિકીની છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અલી ખાને બ્રાવો સાથે ફોટો શેર કર્યો છે

શાહરૂખે ટીમની જીતનાં ફોટા શેર કર્યા છે. તે જ સમયે, અલી ખાને ટીકેઆરના ઓલરાઉન્ડર ડ્રેન બ્રાવો સાથે ફ્લાઇટની અંદર લેવાયેલો ફોટો શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “નેક્સ્ટ સ્ટોપ દુબઇ.” જોકે, અલી અને બ્રાવો આઈપીએલમાં જુદી જુદી ટીમો રમશે. બ્રાવો ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) તરફથી રમતા જોવા મળશે.

ALI KHAN

 

સી.પી.એલમાં અલીએ 8 વિકેટ લીધી હતી.

સીપીએલની આ સીઝનની 8 મેચોમાં અલીએ 8 મેચોમાં 8 વિકેટ લીધી છે. તે 3 વર્ષથી વિશ્વની તમામ ક્રિકેટ લીગ રમી રહ્યા છે. કેકેઆર માટે, તે આઈપીએલની છેલ્લી સીઝનમાં સ્ટેન્ડ બોય તરીકે શામેલ થયો હતો. અલીની ખાસ વાત એ છે કે તે 140ની ઝડપે યોર્કર્સ નાંખી શકે છે. અલી ખાનનો જન્મ પાકિસ્તાની પંજાબના અટકમાં થયો હતો. 18 વર્ષની ઉંમરે, તે માતાપિતા સાથે યુએસ સ્થળાંતર થયો હતો. હવે તે અમેરિકન રાષ્ટ્રીય ટીમ માટે રમે છે. તે કેનેડા ગ્લોબલ T20 લીગમાં બ્રાવોને મળ્યો હતો. આ પછી બ્રાવો તેને સીપીએલ મા લાવ્યો. અલી ખાન બાંગ્લાદેશ પ્રીમિયર લીગની સાથે પાકિસ્તાન સુપર લીગમાં પણ રમી ચૂક્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">