હવાના વધતા પ્રદુષણથી બચવા માટે કરો આ કામ, નહીં થાય સ્વાસ્થ્યને નુકસાન

દિવાળી પછી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટી ખુબ જ ખરાબ થઈ ચૂકી છે. દિલ્હી NCRમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 500ની નજીક પહોંચી ગયો છે, જે ખતરનાક સ્તર છે. દિલ્હીની ખરાબ હવાનો અંદાજો તેનાથી લગાવી શકાય છે કે ઝેરી હવાની ગંભીરતાને જોતા પર્યાવરણ પ્રદૂષણ ઓથોરિટીએ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવી પડી છે. ખરાબ એર ક્વોલિટીની સૌથી […]

હવાના વધતા પ્રદુષણથી બચવા માટે કરો આ કામ, નહીં થાય સ્વાસ્થ્યને નુકસાન
Follow Us:
| Updated on: Nov 02, 2019 | 7:27 AM

દિવાળી પછી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટી ખુબ જ ખરાબ થઈ ચૂકી છે. દિલ્હી NCRમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 500ની નજીક પહોંચી ગયો છે, જે ખતરનાક સ્તર છે. દિલ્હીની ખરાબ હવાનો અંદાજો તેનાથી લગાવી શકાય છે કે ઝેરી હવાની ગંભીરતાને જોતા પર્યાવરણ પ્રદૂષણ ઓથોરિટીએ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવી પડી છે.

ખરાબ એર ક્વોલિટીની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધો પર પડી રહી છે. વધતા વાયુ પ્રદુષણના કારણે દિલ્હી સરકારે તમામ સ્કૂલોને 5 નવેમ્બર સુધી બંધ રાખવાના આદેશ આપ્યા છે. અસ્થમાના દર્દીઓ માટે તો દિલ્હીની હવા ઝેર જેવી થઈ રહી છે. અસ્થમાના દર્દીઓને સલાહ આપવામાં આવી રહી છે તે તેમની દવાઓ હંમેશા તેમની પાસે જ રાખે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ખરાબ હવાની અસર સ્વસ્થ લોકોને પણ બિમાર કરી શકે છે. પ્રદૂષણને તાત્કાલિક નિયંત્રિત કરવામાં નથી આવી શકતુ. ત્યારે ઘણી રીતોથી તમે પ્રદૂષણ અને તેના પ્રભાવથી બચી શકો છો.

1. હવાના પ્રદુષણને ધ્યાનમાં રાખીને વધારે ફિઝિકલ એક્ટીવીટીવાળી કસરત, ક્રિકેટ, હોકી, સાઈકલિંગ કે મેરોથનથી હાલમાં દૂર રહો. ગાર્ડનમાં પણ દોડવા માટે કે ફરવા માટે ના જાવો. ઘરની અંદર જ યોગા કરો.

2. ઘરની અંદર પણ એર ક્વોલિટીને સારી રાખો. દરવાજા અને બારીઓ બંધ રાખો. એર પ્યૂરીફાયર પણ લગાવી શકો છો. ઘરમાં એર પ્યૂરીફાયરવાળા છોડ લગાવો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3. શ્વાસથી શરીરમાં પહોંચતા ઝેરને બહાર કાઢવા માટે પાણી ખુબ જરૂરી છે. તેથી પાણી પીવાનું ના ભૂલો. દિવસમાં લગભગ 6 લીટર પાણી જરૂર પીવો.

4. ઘરમાંથી બહાર નિકળતી વખતે પણ પાણી પીવો. તેનાથી શરીરમાં ઓક્સીજનનો સપ્લાઈ બની રહેશે અને વાતાવરણમાં હાજર ઝેરી ગેસ જો લોહી સુધી પહોંચી પણ જાય તો ઓછુ નુકસાન પહોંચાડશે.

5. શરીર આખુ ઢંકાઈ જાય તેવા કપડા પહેરો અને જ્યારે પણ ઘરથી બહાર નિકળો તો પોતાના ચહેરાને સારી રીતે માસ્કથી ઢાંકીને જ નીકળો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

6. ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવા માટે આદુ અને તુલસીવાળી ચા પીવો.

7. ખોરાકમાં વિટામીન સી, ઓમેગા 3, હળદર, ગોળ અને અખરોટ વગેરેને સામેલ કરો.

8. જો કોઈ કામથી ઘરની બહાર નીકળવું પડે તો ગાડીની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, કારણ કે ગાડીમાંથી નીકળતો ધુમાડો પ્રદૂષણને વધારશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">