Ahmedabad: પાકિસ્તાનના વિદેશ મંત્રીની પીએમ મોદી પર ટિપ્પણીથી રોષ, પૂતળું બાળીને કલેકટરને આવેદનપત્ર અપાયું

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદારો મહિલા મોરચાની ટીમ તથા યુવા મોરચાના કાર્યકરો હાજર રહીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત અમદાવાદના કેટલાક ધારાસભ્યો સાથે અમદાવાદના કેટલાક કોર્પોરેટર પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

Ahmedabad: પાકિસ્તાનના વિદેશ મંત્રીની પીએમ મોદી પર ટિપ્પણીથી રોષ, પૂતળું બાળીને કલેકટરને આવેદનપત્ર અપાયું
Ahmedabad BJP Protets
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Dec 17, 2022 | 5:39 PM

UNના મંચ પરથી પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ આતંકવાદ મુદ્દે તો જુઠ્ઠાણું ચલાવ્યુ જ પરંતુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે પણ અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો જેનો જડબાતોડ જવાબ વિદેશ મંત્રીએ તો આપ્યો જ હતો પરંતુ બિલાવલ ભુટ્ટોના નિવેદનના વિરોધમાં આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. જે અંતર્ગત આજે અમદાવાદના RTO સર્કલ ખાતે પણ ભાજપના ધારાસભ્યો અને કાર્યકરોએ પાકિસ્તાન મુર્દાબાદના સુત્રોચ્ચાર કરી અને કલેક્ટરને શહેર ભાજપના નેતાઓએ આવેદન પત્ર પણ પાઠવ્યુ હતું.

જેમા અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદારો મહિલા મોરચાની ટીમ તથા યુવા મોરચાના કાર્યકરો હાજર રહીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત અમદાવાદના કેટલાક ધારાસભ્યો સાથે અમદાવાદના કેટલાક કોર્પોરેટર પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તમામ આગેવાનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પાકિસ્તાન અને બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ નારેબાજી કરી હતી આ સાથે જ અમદાવાદ કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું હતું.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યારે ભિખારીઓ કરતા પણ ખરાબ : સી. આર. પાટીલ

આ ઉપરાંત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પાકિસ્તાની વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરેલી ટિપ્પણી પર આકરા પ્રહાર કર્યા છે. જેમા પાટીલે કહ્યું કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યારે ભિખારીઓ કરતા પણ ખરાબ છે. જેમા આતંકવાદનું આશ્રયસ્થાન પાકિસ્તાન હાલમાં ગધેડા વેચી ગુજરાન ચલાવવા મજબૂર છે..વિશ્વમાં પાકિસ્તાનની ઓળખ આતંકવાદીઓની ફેક્ટરીની છે. પાકિસ્તાની સત્તાધીશોના પરિણામે જ ત્યાંની પ્રજા હાલાકી ભોગવવા મજબૂર બની છે. સુરતમાં સી.આર. પાટીલે નિવેદન આપ્યું કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે. ભિખારી કરતા પણ નબળી આર્થિક પરિસ્થિતિ છે. પોતાના વિદેશોમાં રહેલા બિલ્ડીંગો પણ પાકિસ્તાન વેચી રહ્યું છે. આતંકવાદીઓને પ્રોત્સાહિત કરવા અને તેને આશરો આપે તેના જ કારણે પાકિસ્તાનની સ્થિતિ નબળી છે. તેના કારણે પાકિસ્તાનના નાગરિકો પણ તેનો ભોગ બની રહ્યા છે અને તેના કારણે પાકિસ્તાનને નુકસાન થઈ રહ્યું છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">