અમદાવાદ ઈસ્કોન મંદિરના પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન, 45 વર્ષમાં 40થી વધુ મંદિર-કેન્દ્રોની સ્થાપના કરાવી

અમદાવાદ ઈસ્કોન મંદિરના પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન, 45 વર્ષમાં 40થી વધુ મંદિર-કેન્દ્રોની સ્થાપના કરાવી


અમદાવાદ ઈસ્કોન મંદિરના 72 વર્ષીય પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન થયું છે. ગુજરાતમાં 45 વર્ષ સુધી શ્રીકૃષ્ણભક્તિના પ્રચાર-પ્રસાર દરમિયાન 40થી વધુ મંદિર-કેન્દ્રોની સ્થાપના કરાવી. ઈસ્કોન-ગુજરાતના 72 વર્ષીય પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન આજે સાંજે થયું છે. તેઓએ 45 વર્ષ સુધી શ્રીકૃષ્ણભક્તિનો પ્રસાર-પ્રચાર ગુજરાતમાં કર્યો. તેમની પ્રેરણાથી ગુજરાતમાં 40થી વધુ મંદિર-કેન્દ્રની સ્થાપના થઈ હતી. ઈસ્કોન મંદિર-એસજી હાઈવેના મીડિયા પ્રભારી હરેશગોવિંદદાસજીએ જણાવ્યું કે ઇસ્કોન-ગુજરાતના પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન થયું છે. તેઓનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતા છેલ્લાં 10 દિવસથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓના વૈકુંઠગમનથી ઈસ્કોન-ગુજરાતના સંસ્થાપક, કર્મઠ અને પરમ કૃષ્ણભક્તને ગુમાવ્યા છે. અનેક શ્રદ્ધાળુઓએ સજળ નેત્રે તેઓનો વિદાય આપી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati