અમદાવાદઃ પિરાણાના કચરાના ડુંગરમાંથી મળી 10 અને 12ની માર્કશીટ, વર્ષ 2015ની માર્કશીટો મળી આવતા ખળભળાટ

અમદાવાદઃ પિરાણાના કચરાના ડુંગરમાંથી મળી 10 અને 12ની માર્કશીટ, વર્ષ 2015ની માર્કશીટો મળી આવતા ખળભળાટ

અમદાવાદ શહેરના પિરાણાના ડમ્પિંગ યાર્ડમાંથી માર્કશીટ મળી આવવાના કેસમાં આખરે કાર્યવાહી હાથ ધરાઇ છે. જીટીયુએ સ્ક્રેપ એજન્સી પાસે ખુલાસો માગ્યો છે. ઉત્તરવહીઓ પસ્તીમાં કેવી રીતે પહોંચી તેને લઈને ખુલાસો માગવામાં આવ્યો છે. તો શિક્ષણ બોર્ડ પણ કોન્ટ્રાકટર વિરૂધ્ધ કાર્યવાહી કરશે. અને કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરશે. અમીના ટ્રેડર્સ કોન્ટ્રાકટરે નિયમનો ભંગ કર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: VIDEO: ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા વિરૂદ્ધ નોંધાશે ફરિયાદ, કોર્ટે આપ્યા આદેશ

સમગ્ર કેસની વાત કરીએ તો પિરાણા ડમ્પિંગ સાઇટ પરથી વર્ષ 2015ની ધોરણ 10 અને 12ની માર્કશીટો મળી આવી છે. કચરામાંથી માત્ર માર્કશીટસ જ નહીં પરંતુ કારકૂનની પરીક્ષા માટે ઉમેદવારોની ડિટેઇલ્સ ભરેલા ફોર્મ પણ મળી આવ્યા છે. આવા ડોક્યુમેન્ટસને એક પદ્ધતિથી નષ્ટ કરવાને બદલે તેને સીધે સીધા જ કચરામાં ફેંકી દેવાયા છે. કેટલાક ડોક્યુમેન્ટસ તો રાજકોટ અને પોરબંદરથી પણ આવેલા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આવા ડોક્યુમેન્ટસને શ્રેડર્સ મશીનમાં નાખીને નષ્ટ કરવાના બદલે તેને કચરામાં નાંખી દેવાયા છે. ડિપાર્ટમેન્ટના ડોક્યુમેન્ટની ઘણી બધી ફાઇલો, 2014-2016 ગુજકેટની આન્સરશીટ, કોરી OMR શીટ્સ અને વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હોય તેવી ઇન્કવાયરીના રિપોર્ટને પણ કચરામાં ફેંકી દેવાયા છે. કચરામાંથી આ માર્કશીટ્સ લઇને કોઇપણ તેના ફેક ડોકયુમેન્ટ બનાવી શકે છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati