અમદાવાદીઓ ચેતજો! HSRP નંબર પ્લેટ વગરના વાહન થશે જપ્ત, જુઓ વીડિયો

HSRP નહીં લગાવનારા વાહનચાલકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. શહેર પોલીસ કમિશનરના હૂકમથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં નંબર પ્લેટ વગરના અને આરટીઓ માન્ય નંબર પ્લેટ નહીં ધરાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. છેલ્લા બે દિવસમાં 210 ટુ વ્હીલર જપ્ત કરીને કાંકરિયા મલ્ટીલેવલ પાર્કિંગમાં મુકી દીધા છે. બે દિવસની ડ્રાઈવમાં પોલીસે મીઠાખળીમાંથી 6, સોલામાંથી […]

અમદાવાદીઓ ચેતજો! HSRP નંબર પ્લેટ વગરના વાહન થશે જપ્ત, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: May 18, 2019 | 4:41 AM

HSRP નહીં લગાવનારા વાહનચાલકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. શહેર પોલીસ કમિશનરના હૂકમથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં નંબર પ્લેટ વગરના અને આરટીઓ માન્ય નંબર પ્લેટ નહીં ધરાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

છેલ્લા બે દિવસમાં 210 ટુ વ્હીલર જપ્ત કરીને કાંકરિયા મલ્ટીલેવલ પાર્કિંગમાં મુકી દીધા છે. બે દિવસની ડ્રાઈવમાં પોલીસે મીઠાખળીમાંથી 6, સોલામાંથી 12, એલિસબ્રિજમાંથી 10 વાહન જપ્ત કર્યા છે તો કાગડાપીઠમાંથી 9, ગોતમીપુરમાંથી 26, કારંજમાંથી 6, ગાયકવાડ હવેલીમાંથી 14, ઓઢવમાંથી 27, દાણીલીમડામાંથી 17 અને અન્ય સ્થળો પરથી 83 વાહન જપ્ત કરવામાં આવ્યા છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

વાહનચાલકોએ પોતાનું વાહન છોડાવવા માટે 100 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. આ ઉપરાંત વાહનમાલિકે પોતાનું વાહન છોડાવવા માટે પાર્કિંગ ચાર્જ પણ ભરવો પડશે. મલ્ટિલેવલ પાર્કિંગમાં વાહન મુકવા બદલ દૈનિક 30 રૂપિયા ચાર્જ વસુલવામાં આવશે. વાહનનું PUC ન હોય તો વાહનચાલક પાસેથી વધારાનો 50 રૂપિયા દંડ વસુલ કરાશે.

આ પણ વાંચો: ગાંધી-ગોડસે પરના નિવેદનથી નારાજ દેશના ટોચના ઉદ્યોગપતિ, કહ્યું કે એક દિવસ તાલિબન બની જઈશુ

HSRP લગાવતી એજન્સીના માણસો કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગ પર જ હાજર રહેશે અને 140 રૂપિયા લઈને તેમને 7થી 10 દિવસમાં નંબર પ્લેટ તૈયાર થઈ જાય એટલે વાહનમાં લગાવી આપશે. નંબર પ્લેટ વિનાના વાહનોનો ઉપયોગ ગુનાખોરીમાં વધારે પ્રમાણમાં થતો હોવાથી પોલીસ સ્થળ પર જ વાહન જપ્ત કરીને HSRP લગાવવા માટે દબાણ કરશે. પોલીસ પહેલા નંબર પ્લેટ વિનાના વાહનોને દંડ ફટકારીને જવા દેતી હતી પરંતુ હવે પોલીસે સખ્તાઈ અપનાવી છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">