અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, ચાંદલોડિયા વિસ્તાર બન્યો કોરોના હોટસ્પોટ

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, ચાંદલોડિયા વિસ્તાર બન્યો કોરોના હોટસ્પોટ

અમદાવાદ શહેરનું ચાંદલોડિયા કોરોનાનું હોટસ્પોટ બન્યું છે.ચાંદલોડિયા વિસ્તારમાં અનેક સોસાયટીઓને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સોસાયટીઓને સેનિટાઈઝ કરવામાં ના આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક આગેવાનો દ્વારા સોસાયટીઓને સ્વેચ્છાએ સેનિટાઈઝ કરવાની કામગીરી થઇ રહી છે. છેલ્લા ચાર દિવસમાં 45થી વધુ સોસાયટીઓને સેનેટાઈઝ કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ લોકોના ઘરોને પણ સેનેટાઇઝ કરાઇ રહ્યાં છે. છેલ્લા ચાર દિવસમાં ચાંદલોડિયાની અનેક સોસાયટીમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ છે. નિર્માણ કોમ્પલેક્ષમાં કોરોનાના 21 કેસ, શ્રીદર્શન એપાર્ટમેન્ટમાં 17 કેસ, સિલ્વર સ્ટાર એપાર્ટમેન્ટમાં 12 કેસ, દેવનંદન પ્લેટીનમમાં 29 કેસ, શ્રીફળ એપાર્ટમેન્ટમાં 22 કેસ, વંદે માતરમ સિટીમાં 47 કેસ, પુષ્પરાજ રેસિડેન્સીમાં 15 કેસ નોંધાયા છે.

READ  ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારીને વિરાટ કોહલીએ ભારતના આ પૂર્વ બેટ્સમેનનો રેકોર્ડ તોડી નાખ્યો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments