આગામી IPLમાં નવી ટીમોની ચર્ચા, અમદાવાદની ફ્રેન્ચાઇઝીમાં રસ ધરાવતા અદાણી ગ્રુપ, ગોયેન્કા ગ્રુપ અને અભિનેતા મોહનલાલ રેસમાં

BCCI આગામી સિઝન એટલે કે 2021માં ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે IPLની નવી તૈયારીઓ કરી રહ્યું છે. BCCI આગામી સીઝન માટે નવી ટીમો લાવી શકે છે. આ માટે અમદાવાદની ફ્રેન્ચાઇઝી માટે વાટાઘાટો ચાલુ છે. જો આઇપીએલમાં 2 નવી ટીમો લાવવામાં આવશે. તો કાનપુર, લખનઉ અને પુણેની પણ વિચારણા થઇ રહી છે. અદાણી ગ્રૂપે અમદાવાદની ફ્રેન્ચાઇઝી ખરીદવામાં […]

આગામી IPLમાં નવી ટીમોની ચર્ચા, અમદાવાદની ફ્રેન્ચાઇઝીમાં રસ ધરાવતા અદાણી ગ્રુપ, ગોયેન્કા ગ્રુપ અને અભિનેતા મોહનલાલ રેસમાં
Follow Us:
| Updated on: Nov 16, 2020 | 1:56 PM

BCCI આગામી સિઝન એટલે કે 2021માં ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે IPLની નવી તૈયારીઓ કરી રહ્યું છે. BCCI આગામી સીઝન માટે નવી ટીમો લાવી શકે છે. આ માટે અમદાવાદની ફ્રેન્ચાઇઝી માટે વાટાઘાટો ચાલુ છે. જો આઇપીએલમાં 2 નવી ટીમો લાવવામાં આવશે. તો કાનપુર, લખનઉ અને પુણેની પણ વિચારણા થઇ રહી છે.

અદાણી ગ્રૂપે અમદાવાદની ફ્રેન્ચાઇઝી ખરીદવામાં રસ દાખવ્યો છે. ગોએન્કા ગ્રુપ અને દક્ષિણ ભારતીય અભિનેતા મોહનલાલ પણ ફ્રેન્ચાઇઝી ખરીદવાની રેસમાં છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

BCCI ડિસેમ્બરમાં યોજાનારી વાર્ષિક સામાન્ય સભા AGMમાં IPLના વિસ્તરણ અંગે નિર્ણય લઈ શકે છે. અહેવાલો અનુસાર ગૌતમ અદાણીની માલિકીની અદાણી ગ્રૂપ અને સંજીવ ગોએન્કાના RPSG ગ્રુપ ટીમો ખરીદવાની રેસમાં છે. અદાણી ગ્રુપ અમદાવાદની ફ્રેન્ચાઇઝી લઈ શકે છે. આ બંને સિવાય દક્ષિણ ભારતના ટોચના અભિનેતા મોહનલાલે પણ દક્ષિણના મોટા વ્યવસાયિક જૂથ સાથે ફ્રેન્ચાઇઝી લેવામાં રસ દાખવ્યો છે.

જો BCCI નવી ટીમ લાવે, તો તેની ફરીથી હરાજી કરવી પડશે. સૂત્રોના હવાલાથી એજન્સીએ જણાવ્યું હતું કે આઈપીએલની હરાજી 2 થી 3 ટીમો માટે ખૂબ જ મહત્ત્વની બની રહી છે. આ એવી ટીમો છે કે જેમાં સારા ભારતીય ખેલાડીઓનો અભાવ છે. આવી સ્થિતિમાં, હરાજી તે ટીમોને પુનર્જીવિત કરી શકે છે.

આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ પોતાની ટીમને નવી બનાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ટીમના મુખ્ય જૂથમાં ફેરફાર કરવાની જરૂર છે. આપણે આવતા 10 વર્ષો વિશે વિચારવું પડશે. આ બધું BCCI દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર નિર્ભર રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">