જેલમાં બંધ આસારામ બાપુના શહેરમા હોર્ડિંગ્સ શું લાગ્યા કે થઈ ગયો હંગામો!

યોનશોષણના આરોપી આસારામના હોર્ડિંગ્સ ફરી અમદાવાદમાં લાગ્યા છે. આ વખતે આસારામના હોર્ડિંગમાં સાચો પ્રેમ દિવસ અને માતા-પિતા પૂજન દિવસ 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવાની વાત નજરે પડી છે. યોન શોષણ અને બળાત્કારના કેસમાં જેલમાં રહેલાં આસારામના અમદાવાદમાં ફરી હોર્ડિંગ્સ લાગતા ચકચાર મચી છે. અમદાવાદના શિવરંજની બ્રિઝ પાસે આસારામના ફોટા સાથે હોર્ડિંગ્સ  લાગ્યા છે. જેમાં 14મી ફેબ્રુઆરીએ […]

જેલમાં બંધ આસારામ બાપુના શહેરમા હોર્ડિંગ્સ શું લાગ્યા કે થઈ ગયો હંગામો!
Follow Us:
Maulik Mehta
| Edited By: | Updated on: Feb 12, 2019 | 9:49 AM

યોનશોષણના આરોપી આસારામના હોર્ડિંગ્સ ફરી અમદાવાદમાં લાગ્યા છે. આ વખતે આસારામના હોર્ડિંગમાં સાચો પ્રેમ દિવસ અને માતા-પિતા પૂજન દિવસ 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવાની વાત નજરે પડી છે.

યોન શોષણ અને બળાત્કારના કેસમાં જેલમાં રહેલાં આસારામના અમદાવાદમાં ફરી હોર્ડિંગ્સ લાગતા ચકચાર મચી છે. અમદાવાદના શિવરંજની બ્રિઝ પાસે આસારામના ફોટા સાથે હોર્ડિંગ્સ  લાગ્યા છે. જેમાં 14મી ફેબ્રુઆરીએ માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરાઇ છે. આ કાર્યક્રમ તરીકે પ્રેરણાસ્ત્રોતમાં આસારામ બાપુનું નામ લખવામાં આવ્યું છે. આ હોર્ડિંગ્સમાં એવું સુચવવામાં આવ્યું છે આવો સાચો પ્રેમ દિવસ મનાવીએ અને માતા-પિતાનું પૂજન કરીએ. કઇ સંસ્થા દ્રારા આ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા તેનો ઉલ્લેખ કરાયો નથી. હોર્ડિંગ પરથી લાગી રહ્યું છે કે આ હોર્ડિંગ્સ આસારામ સાથે સંબંધિત સંસ્થાએ જ લગાવ્યાં છે.

TV9 Gujarati

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આજે જ્યારે આશારામની આબરુના ધજાગરા ઉડી ગયા છે, ત્યારે આશારામ સાથે સંકળાયેલી સંસ્થા આવા કાર્યક્રમો યોજી, હોર્ડિંગ્સ મુકીને આસારામની ગુમાવી ચુકેલી ઇજ્જતને પાછી મેળવવા પ્રયત્ન કરી રહી છે. સવાલ એ છે કે જે વ્યક્તિ હાલ જેલમાં છે, તેના પર બળાત્કાર જેવા ગંભીર આરોપ છે, તેના ફોટોગ્રાફ્સ હોર્ડિંગ્સમાં છાપવાની કોર્પોરેશને કઇ રીતે મંજુરી આપી દીધી. શું ફરીવાર કોર્પોરેશનના અધિકારીઓને આ અંગે અંધારામાં રાખવામાં આવ્યા છે કે શું વગેરે સવાલો હાલ ચર્ચામાં છે.

[yop_poll id=1349]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">