સતત બીજા દિવસે નરમાશ સાથે ખુલ્યા બાદ ભારતીય શેરબજારમાં ઉત્તર – ચઢાવની સ્થિતિ

સતત બીજા દિવસે નરમાશ સાથે ખુલ્યા બાદ ભારતીય શેરબજારમાં ઉત્તર - ચઢાવની સ્થિતિ

સતત બીજા દિવસે પ્રારંભિક નરમાશ બાદ શેરબજારની અસ્પષ્ટ ચાલ નજરે પાડી રહી છે. શરૂઆતી કારોબારમાં ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફટી બંને ચોક્કસ દિશાનિર્દેશ વગર કારોબાર કરી રહ્યા છે. સતત ઉત્તર ચઢાવ મૂંઝવણ ઉભી કર્યો છે. ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે બજારમાં શરૂઆતમાં વેચવાલી જોવામળી હતી. બાદમાં બજારે વૃદ્ધિ કરી હતી તે સતત વધતી ન રહી અને ઉત્તર ચઢાવ નજરે પાડી રહ્યા છે.

નિફટીની વાત કરીએતો 11,858.30 સુધી ગગડ્યો હતો તો સર્વોચ્ચ સપાટી 11,929.૪૦ સુધી નોંધાઈ હતી.બીએસઈ સેન્સેક્સ 40,406.17 સુધી ગગડી ટ્રેડ કરતો નજરે પડ્યો હતો તો નિફટી પણ 11,858.30 સુધી નીચલા સ્તરે પહોંચ્યો હતો.જોકે બાદમાં બજારે રિકવરી શરૂ કરી હતીપણ લાંબી ટકી નહિ . નિફ્ટીમાં ભારતી એરટેલનો શેર 4% વધીને ટ્રેડ કરી રહ્યો છે. હીરો મોટોકોર્પનો શેર પણ 2% વધીને ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે કોટક બેંક અને નેસ્લે ઈન્ડિયાના શેરમાં 1-1 ટકાનો ઘટાડો છે.

ભારતીય શેરબજારની પ્રારંભિકસત્રની સ્થિતિ

બજાર  સૂચકઆંક  ઘટાડો
સેન્સેક્સ 40,459.94 −62.16 
નિફટી 11,873.90 −15.50 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati