VIDEO: ડુંગળી, બટાકા, લસણ બાદ પામોલિન મોંઘુ, તેલના ભાવમાં 35 ટકાનો તોતિંગ વધારો

VIDEO: ડુંગળી, બટાકા, લસણ બાદ પામોલિન મોંઘુ, તેલના ભાવમાં 35 ટકાનો તોતિંગ વધારો

ડુંગળી, લસણ અને બટાકાના ભાવમાં વધારા બાદ હવે દેશમાં તેલના ભાવમાં પણ વધારો થયો છે. આયાત કરવામાં આવતા પામ તેલના ભાવ બે મહિનામાં ૩૫ ટકા જેટલા વધી જતાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આના કારણે પામ તેલના છૂટક ભાવમાં કિલો દીઠ ૨૦ રૂપિયાનો વધારો થયો છે.

આ પણ વાંચો: ગાંધીનગર: CMની હાજરીમાં કમલમ ખાતે બેઠક, NRC અને CAAને લઇ જન જાગૃતિ અભિયાન શરૂ કરાશે

પામ તેલમાં થયેલા વધારાના પગલે બીજા તેલના ભાવ પણ વધ્યા છે. તેલીબિયાં બજારના મતે ગત બે મહિનામાં ખાવાના તમામ તેલના ભાવોને પામ તેલનો સપોર્ટ મળી રહ્યો છે. મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આયાત થતા પામ તેલના ભાવ વધતાં આગામી દિવસોમાં તેલના ભાવ વધશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આયાત થતા પામ તેલના ભાવ સતત વધી રહ્યા છે. મલેશિયા અને ઇન્ડોનેશિયા આવતા વર્ષથી બી-૨૦ બાયો ડીઝલ પ્રોગ્રામ શરૂ કરવાનું હોવાથી તેમની ઘર આંગણે પામ તેલની ખપત વધી જશે. તેથી નિકાસ માટે ઓછું પામ તેલ ઉપલબ્ધ થશે. બીજી તરફ આર્જેન્ટિનામાં સોયા તેલ પર નિકાસ ડયૂટી ૨૫ ટકાથી વધારીને ૩૦ ટકા કરી દીધી હોવાથી ભારતમાં સોયા તેલની આયાત મોંઘી થવાની ધારણા છે. આમ આ તમામ કારણોના લીધે દેશમાં ખાધ તેલ મોંઘું થવાની શક્યતા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati