મુંબઇની જીત બાદ નીતા અંબાણીએ ટીવી પર લાઇવ પ્રસારણ વેળા જ કરી દીધી ભુલ, વિડીયો થયો વાયરલ

મુંબઇની જીત બાદ નીતા અંબાણીએ ટીવી પર લાઇવ પ્રસારણ વેળા જ કરી દીધી ભુલ, વિડીયો થયો વાયરલ

ટી-20 લીગની ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સની જીતનો જશ્ન મનાવવા માટે ખેલાડીઓ અવનવી રીત અપનાવી.માત્ર ખેલાડીઓ જ નહી ટીમની માલીક એટલે કે નીતા અંબાણી પણ આનાથી બાકાત ના રહ્યાં. નીતા અંબાણી પર જીતનો નશો કંઇક એવો હાવી થયો હતો કે, તેઓ એ પણ ભુલી ગયા  કે તેમના પ્લેયરનો ટેલિવીઝન ચેનલમાં લાઇવ ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે.

વાત એમ હતી કે, મુંબઇ ઇન્ડિયન્સની જીત બાદ પ્રેઝન્ટર મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓના ઇન્ટરવ્યુ લેવા લાગ્યા હતા. આ દરમ્યાન જ્યારે ડિકોક અને કુલ્ટર નાઇલ કેમેરા પર લાઇવ હતા, ત્યારે જ જીતના આનંદથી ભરપુર નીતા અંબાણી અચાનક જ ત્યાં આવી પહોંચી હતી અને ડિકોકથી પોતાની લાગણી શેર કરવા લાગી હતી. જોકે મુંબઇ ઇન્ડિયન્સની માલિકણ નીતા અંબાણીને એ વાતનુ ભાન થયુ તો, તેમણે તત્કાળ જ ત્યાંથી ટીવી કેમેરાની ફ્રેમમાંથી દૂર ચાલ્યા ગયા અને ત્યાર બાદ ક્વિન્ટન ડિકોક અને નાથન કુલ્ટરે પોતાનુ ઇન્ટરવ્યુ પુરુ કર્યુ હતુ.

https://twitter.com/ameyp9/status/1326219673986232321?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati