કેટરીના કેફ બાદ હવે આલિયા ભટ્ટ લાઈફ સ્ટાઇલ બ્રાન્ડ NYKAA માં રોકાણ કરશે

  • Ankit Modi
  • Published On - 9:14 AM, 28 Oct 2020
after-katrina-kaif-alia-bhatt-will-invest-in-lifestyle-brand-nykaa
હાઇવે, રાઝી અને સ્ટુડન્ટ ઓફ ધ યર જેવી ફિલ્મોથી બોલીવુડમાં નામ કમાનાર એક્ટ્રેસ આલિયા ભટ્ટ  હવે બિઝનેસ કરવા જઈ રહી છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર આલિયા લાઈફ સ્ટાઇલ બ્રાન્ડ NYKAA માં રોકાણ કરવા જઈ રહી છે. આ રોકાણ કેટલું અને કઈ શરતો હેઠળ કરવામાં આવ્યું છે તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી જોકે એટલી માહિતી ચોક્કસ સામે આવી છે કે  રોકાણ વ્યક્તિગત ધોરણે કરાયું છે. આ અગાઉ કેટરીના કેફ પણ આ બ્રાન્ડ ઈન્વેસ્ટ કરી ચુકી છે.

આલિયાએ Nykaaમાં એક વ્યક્તિગત રોકાણ કર્યું છે. રોકાણ પછી તે કંપનીમાં નફામાં ભાગ લઈ શકે છે. Nykaaની સ્થાપના વર્ષ 2012 માં ફાલ્ગુની નાયર  દ્વારા કરવામાં આવી હતી. ફાલ્ગુની KKR INDIAના વડા સંજય નાયરના પત્ની છે. Nykaaએ મહિલા કોસ્મેટિક્સના  કારોબારથી શરૂઆત કરી હતી. વેપારમાં પ્રગતિ કરતા કંપની હવે વિવિધ ઉત્પાદનો પણ રજૂ કરે છે.

 

કંપનીનો દાવો છે કે તેના 50 લાખથી વધું સક્રિય યુઝર્સ છે. Nykaaના ફાઉન્ડર અને CEO  ફાલ્ગુની નાયરે દિલ મામલે નિવેદન આપ્યું છે કે આલિયા અને મારા વચ્ચે એક ખૂબ જ રસપ્રદ વાતચીત થઇ હતી. આલિયા Nykaaમાં રોકાણ કરવા માંગે હતી . નાની ઉંમરે સફળતાનાં શિખર હાંસલ કરનાર આલિયા ભટ્ટની પ્રશંસા પણ કરી હતી.

તાજેતરમાં જ બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ એ પણ Secondary transaction દ્વારા Nykaaમાં Undisclosed amountનું રોકાણ કર્યું હતું. કૈફે તેની બ્યુટી બ્રાન્ડ Kay Beauty લૉન્ચ કર્યા પછી લગભગ એક વર્ષ પછી રોકાણ કર્યું હતું. 2012 માં સ્થપાયેલ, Nykaa પાસે ભારતભરમાં 70 સ્ટોર્સ  છે 1,500 થી વધુ બ્રાંડ અને 130000 ઉત્પાદ તેની વેબસાઇ એપ અને સ્ટોર્સના માધ્યમ પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃચાલુ વર્ષે ભારતનો વિકાસ દર, શૂન્યની નજીક રહેવાની નાણાં મંત્રી નિર્મલા સીતારમણને ચિંતા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો