CAA મુદે અદનાન સમીએ રજા મુરાદને આપેલાં જવાબની ચારેકોર ચર્ચા છે! વાંચો વિગત
સિંગર અદનાન સામી અને અભિનેતા રજા મુરાદ સીએએ મુદે સોશિયલ મીડિયામાં સામે આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે અદનાન સામી મૂળ પાકિસ્તાની છે. 2016માં અદનાન સામીને ભારતીય નાગરિકતા મળી હતી. હાલ દેશમાં CAA કાયદાને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ સરકાર સમજાવવા પ્રયત્ન કરી રહી છે બીજી તરફ વિપક્ષ આ કાયદાને સંવિધાન વિરોધી […]
સિંગર અદનાન સામી અને અભિનેતા રજા મુરાદ સીએએ મુદે સોશિયલ મીડિયામાં સામે આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે અદનાન સામી મૂળ પાકિસ્તાની છે. 2016માં અદનાન સામીને ભારતીય નાગરિકતા મળી હતી. હાલ દેશમાં CAA કાયદાને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ સરકાર સમજાવવા પ્રયત્ન કરી રહી છે બીજી તરફ વિપક્ષ આ કાયદાને સંવિધાન વિરોધી ગણાવીને સતત પ્રદર્શન કરી રહ્યાં છે.
રજા મુરાદે એક ઈન્ટરવ્યું ખાનગી ચેનલને આપ્યું હતું. જેમાં તેઓએ કહ્યું કે આ કાયદા આપણા સંવિધાનની વિપરીત છે. સરકારે આ કાયદા પરત લેવો જોઈએ. જો અદનાન સમીને નાગરિકતા આપી શકો તો બીજાને કેમ નહીં? તેઓને વલીદે તો 1965ના યુદ્ધમાં આપણી પર બોંબ વરસાવ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આમ રજા મુરાદે અદનાન સમીને આ વાતમાં ઘસેડ્યા હતા. જેને લઈને અદનાન સમીએ ટ્વીટ કરીને જે જવાબ આપ્યો તે વાઈરલ થઈ રહ્યો છે. અદનાન સમીએ લખ્યું કે મેં વિચાર્યું હતું કે આ માણસ વિલન છે અને ફક્ત ફિલ્મમાં જ બકવાસ કરે છે! આમ અદનાન સમીનું આ ટ્વીટ ભારે વાઈરલ થઈ રહ્યું છે અને લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]