Patan: રાધનપુર નજીક રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત, 3ના મોત

રાધનપુર-ભાભર હાઈવે પર બુધવારે સાંજે ડમ્પર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રિક્ષા પર ડમ્પરનું વ્હીલ ફરી વળતાં રિક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં હતાં

Patan: રાધનપુર નજીક રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત, 3ના મોત
રાધનપુર નજીક રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત, બંઘવડ ગામના ૩ વ્યકિતના મોત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 9:14 AM

રાધનપુર-ભાભર હાઈવે (Radhanpur-Bhabhar Highway) પર દેવ ગામ નજીક બુધવારે રાત્રે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ભાભર તરફ જઈ રહેલા ડમ્પર ચાલકે ટક્કર મારતાં રિક્ષામાં સવાર ત્રણ પુરુષોના મોત નીપજ્યાં હતા. જ્યારે એકને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકો રાધનપુર (Radhanpur) ના બંધવડ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે.

ધાનેરા તાલુકાના વાલેર અને ખીમત ગામ વચ્ચે હાઇવે માર્ગ પર રિક્ષા, જીપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં બેઠલા યુવકો રાજસ્થાનના માંડલ ખાતે લીલાધરના મંદિરે ભરાયેલા મેળાના દર્શન કરી પરત ફરી રહ્યાં હતા. રિક્ષામાં સવાર દશરથભાઈ કરસનભાઈ ખાભુ (ઉ.વ.20)ને માથાના ભાગે ઇજા વધુ થતા તેનું મોત થયું હતું. 108ની મદદથી ઘાયલોને ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ખીમત ગામના ભરતભાઈ જીપચાલક હરચંદભાઈ ઠાકોરનું પણ ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. મૃતક ભરતભાઈના 12 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા.

રાધનપુર-ભાભર હાઈવે પર બુધવારે સાંજે ડમ્પર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રિક્ષા પર જ ડમ્પરનું વ્હીલ ફરી વળતાં રિક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

પાટણ જિલ્લાના રાધનપુર-ભાભર હાઈવે પર મોડી સાંજે ડમ્પર ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યકિત ઈજાગ્રસ્ત થયો હતો. રિક્ષામાં સવાર લોકો રાધનપુરના બંધવડ ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. રિક્ષામાં સવાર લોકો રાધનપુરના બંધવડ ગામના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

આ પણ વાંચોઃ Surat : શહેરને પ્રદુષણમુક્ત રાખવા સુરતના આ યુવાનોનું ગ્રુપ ચલાવે છે અનોખું અભિયાન

આ પણ વાંચોઃ Surat : મહેકમ ખર્ચ ઘટાડવા કોપોરેશનની નવી HR પોલિસી માટે વિચારણા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">