ACBએ GST વિભાગના વર્ગ-2ના અધિકારીને 1 લાખ રુપિયાની લાંચ લેતા તેમના ઘરે જ પકડી પાડ્યો

વલસાડ જિલ્લામાં એક વર્ગ -2નો અધિકારી રૂપિયા એક લાખની લાંચ લેતા એન્ટી કરપ્શનના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો છે. ભરૂચ ACBએ વાપીમાં સપાટો બોલાવી એક લાંચિયા અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો છે. ભરૂચ ACBને મળેલ ફરિયાદ ને આધારે વાપીમાં એક છટકું ગોઠવ્યું હતું. જેમાં વલસાડ GSTવિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી રૂપિયા 1લાખ ની […]

ACBએ GST વિભાગના વર્ગ-2ના અધિકારીને 1 લાખ રુપિયાની લાંચ લેતા તેમના ઘરે જ પકડી પાડ્યો
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 23, 2019 | 12:48 PM

વલસાડ જિલ્લામાં એક વર્ગ -2નો અધિકારી રૂપિયા એક લાખની લાંચ લેતા એન્ટી કરપ્શનના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો છે. ભરૂચ ACBએ વાપીમાં સપાટો બોલાવી એક લાંચિયા અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો છે.

ભરૂચ ACBને મળેલ ફરિયાદ ને આધારે વાપીમાં એક છટકું ગોઠવ્યું હતું. જેમાં વલસાડ GSTવિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી રૂપિયા 1લાખ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો છે. ACBએ વલસાડના GST સુપ્રિટેન્ડેન્ટ નરેન્દ્ર સામરિયાને ઘર પર જ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા ચકચાર મચી ગઇ હતી. આરોપી અધિકારી નરેન્દ્ર સામરિયાએ મંડપ સર્વિસનો વ્યવસાય કરતા એક ફરિયાદી પાસેથી GSTની પેનલ્ટી સેટલમેન્ટ માટે 1 લાખની લાંચ માગી હતી. જોકે ફરિયાદીએ ACBને ઓનલાઈન ફરિયાદ કરતા ભરૂચ ACBએ લાંચિયા અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપવા એક છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી પાસેથી પંચની હાજરીમાં 1 લાખની લાંચ સ્વીકારતાં જ ACBએ આરોપી નરેન્દ્ર સામરિયાને ઝડપી પાડયો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વર્ગ-2 અધિકારી નરેન્દ્ર સામરિયા વાપીના ચલા વિસ્તારમાં આવેલ ગુજરાત GSTઓફિસમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવે છે. તેને ફરિયાદીને 1 લાખ રુપિયાની લાંચ લેવા ચલા વિસ્તારમાં આવેલા તેના ઘર પર બોલાવ્યો હતો. વલસાડ જિલ્લામાં છાસવારે લાંચ લેતા ઝડપાતા સરકારી અધિકારી બાબુઓ સરકારી ભષ્ટાચારની ચાડી  ખાય છે. આ વખતે અરજદારે ભરૂચ એન્ટી કરપશનને ફોન કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી અને આરોપી અધિકારી પોતાના એપાર્ટમેન્ટના નીચે આવ્યો હતો અને ફરિયાદી પાસે થી પંચની હાજરીમાં 1લાખની લાંચ સ્વીકારતાં જ ACBએ આરોપી નરેન્દ્ર સામરિયાને ઝડપી પાડયો હતો. આમ અધિકારી ઝડપાતાં જિલ્લાના અન્ય લાંચિયા સરકારી બાબુઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

[yop_poll id=1733]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">