દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ફરી હિંસા, વિદ્યાર્થી અધ્યક્ષ આઈશા ગંભીર રીતે ઘાયલ

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ફરી હિંસા, વિદ્યાર્થી અધ્યક્ષ આઈશા ગંભીર રીતે ઘાયલ

દિલ્હીની JNUમાં ફરી એક વખત હિંસાનું વાતાવરણ સર્જાયું છે. JNU સંઘે દાવો કર્યો છે કે, ABVPએ હિંસાને અંજામ આપ્યો છે. JNU અધ્યક્ષ આઈશી ઘોષ પર પણ હુમલો કરાયો છે. આઈશી ઘોષના માથે ગંભીર ઈજા પહોંચી છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલા મામલે ચાર આરોપીઓની ધરપકડ

તો બીજી તરફ ABVPએ લેફ્ટ છાત્ર સંગઠન SFI અને DSF દ્વારા પોતાના કાર્યકરો પર હુમલાનો આક્ષેપ કર્યો છે. ABVPના અધ્યક્ષ દુર્ગેશ કુમારે કહ્યું કે, JNUમાં ABVPના કાર્યકરો પર લેફ્ટ સંગઠને હુમલો કર્યો અને ABVPના 15 જેટલા કાર્યકરો ઈજાગ્રસ્ત છે. અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મારવાની સાથે બારી દરવાજા પણ તોડવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati