અત્યાધુનિક ડેરી પ્લાન્ટ માટે સરકારે અમુલને રાજકોટ નજીક જમીનની ઓફર કરી, ટુંક સમયમાં શરૂ થશે પ્લાન્ટ

  • Hardik Bhatt
  • Published On - 16:41 PM, 27 Nov 2020
aatyadhunik dairy plant mate sarkar e amul ne rajkot najik jamin ni offer kari tunk samay ma sharu thase plant

રાજકોટ ડિસ્ટ્રીક્ટ કલેક્ટરે ગુજરાત કો-ઓપ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને રાજકોટ સીટીના પૂર્વ ભાગમાં નેશનલ હાઈવે 27 પર આનંદપુર પાસે પ્રપોઝ્ડ મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ માટે જમીનની ઓફર કરી છે. પ્રપોઝ્ડ મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ માટે ફેડરેશને 60 એકર જેટલી જમીનની માંગણી કરી હતી. જેના બદલે રાજકોટના પૂર્વ ભાગમાં આ જમીનની ઓફર અમુલને કરાઈ છે. આ અંગે રાજકોટ કલેક્ટર રમ્યા મોહને કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક સમયથી જમીન ફાઈનલ કરવા અંગે વાતચીત ચાલી રહી હતી. ફેડરેશનના અધિકારીઓએ સાઈટ વિઝીટ પણ કરી હતી અને અમે તેમને કેટલાક ઓપ્શન પણ આપ્યાં હતાં. જેમાંથી તેમણે નેશનલ હાઈવે નજીકની જમીન ફાઈનલ કરાઈ છે. બાકીની પ્રક્રિયાઓ છે તે ચાલુ છે’.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 
 

 

 

ઉલ્લેખનીય છે કે 500 કરોડના ખર્ચે રાજકોટમાં અત્યાધુનિક ડેરી પ્લાન્ટ સ્થાપવા માટે ફેડરેશને 60 એકર જેટલી જમીનની માંગણી કરી હતી. જે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ કેપેસીટી ધરાવતો પ્લાન્ટ હશે અને દરરોજના 20 લાખ લીટર દૂધને પ્રોસેસ કરવાની ક્ષમતા તેમાં રહેશે. GCMFFની સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગમાં જ રાજકોટમાં આ પ્લાન્ટ સેટ અપ કરવાનો નિર્ણય લેવાઈ ગયો હતો. GCMFFના વાઈસ ચેરમેન વાલમજી હુંબલે કહ્યું હતું કે “સરકાર રાજકોટમાં જ્યાં પણ પ્લોટ આપે તેનાથી ફેડરેશન ખુશ હશે. રાજકોટમાં પ્લાન્ટ સ્થાપવો અમારા માટે ખૂબ મહત્વનો છે. કારણ કે, દરરોજ 15 લાખ લીટર દૂધ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી ગાંધીનગર પ્લાન્ટમાં લઈ જવામાં અને ત્યાંથી પ્રોસેસ થયેલું દૂધ પહોંચાડવામાં ખૂબ મુશ્કેલીઓ પડે છે. દૂધની ક્વોલીટીને અસર થાય છે અને તે ટ્રાન્સપોર્ટેશનમાં રોજના 25 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 


મહત્વનું છે કે રાજકોટ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ અને જામનગરમાં અનેક ડેરી યુનીયન છે. જેમાંથી કેટલાક શહેરોના યુનિયનને પોતાના શહેરોમાં પ્રોસેસીંગ પ્લાન્ટ છે પણ તે પ્લાન્ટ ઘણા નાના છે અને દૂધ સંબંધીત 15થી 20 પ્રોડક્ટ બનાવી શકે છે. જ્યારે GCMFFનો મોટો પ્લાન્ટ 200 પ્રોડક્ટસ બનાવી શકે છે. જેથી સૌરાષ્ટ્રમાં ડેરી સેક્ટરના વિકાસ માટે મોટા પ્લાન્ટની જરૂર હતી. સાથે જ રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા દૂરના રાજ્યોમાંથી પણ GCMFFના ગાંધીનગર પ્લાન્ટમાં દૂધ આવે છ અને તે પ્લાન્ટ તેની ફૂલ કેપેસીટી પર ચાલી રહ્યો છે. ત્યારે GCMFFનો રાજકોટ નજીક આ પ્લાન્ટ મહત્વનો સાબિત થશે. સૌરાષ્ટ્રમાં દૂધની માંગ દિન-પ્રતિદિન વધી રહી છે અને કંડલા તેમજ મુંદ્રા જેવા પોર્ટ પણ નજીક હોવાથી પ્લાન્ટ સ્ટ્રેટેજીક રીતે રાજકોટ નજીક સ્થાપવો મહત્વનો બની રહેશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો