આ 5 ટિપ્સ પેટની ચરબી ઘટાડવા કામ લાગશે, અપનાવી જુઓ

આ 5 ટિપ્સ પેટની ચરબી ઘટાડવા કામ લાગશે, અપનાવી જુઓ

જો તમે તમારા મોટાપાથી પરેશાન નથી તો તમે તમારા પેટની વધેલી ચરબીથી જરૂર પરેશાન હશો.પરેશાન હોવું પણ જોઈએ કારણકે, પેટ પર વધેલી ચરબી તમારા આરોગ્ય સંબંધિત ઘણી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે અને તમારા ફિગરને પણ બગાડી શકે છે. પરંતુ ચિંતાની કોઈ વાત નથી. આ 5 ટિપ્સ તમને પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરી શકે છે.

થોડું થોડું જમો

જો તમે એક જ વારમાં વધારે ભોજન ખાવામાં વિશ્વાસ કરતા હોય અને તે તમારી આદત હોય તો આ આદત આજે જ બદલી નાખો. તમારી ડાયટને બે અથવા ત્રણ ભાગોમાં વહેંચી દો અથવા દર બે અથવા ત્રણ કલાકમાં થોડું થોડું જમો. તેનાથી તમારું પેટ ભરેલું રહેશે અને એનર્જીનું સ્તર પણ યોગ્ય રહેશે, સાથે જ પેટનું મોટાપણું પણ ઓછું થશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગરમ પાણી

સવાર સવારમાં ખાલી પેટે ગરમ પાણી પીવું જોઈએ. જે પેટની ચરબી ઓછી કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તેનાથી પેટ પર જામેલી ચરબી ધીરે ધીરે ઓછી થશે. આ ઉપરાંત જો તમે ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પીશો તો વધારે ફાયદાકારક થશે. એટલું જ નહીં તેને રોજ પીવાથી તમને તાજગી અને એનર્જીનો અહેસાસ થશે.

મોર્નિંગ વોક
સવાર સવારમાં પગપાળા ચાલવુ, જોગિંગ કરવું અથવા પેટ સંબંધિત કસરત કરવી પેટની ચરબી ઓછી કરવા માટે સારો વિકલ્પ છે. તેનાથી ધીરે ધીરે પેટની ચરબી ઓછી થશે અને પાચનતંત્ર પણ યોગ્ય થશે. સાથે જ આખો દિવસ તમે એનર્જી અનુભવશો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

નૌકાસન

યોગા તમારા શરીરની સાથે સાથે માનસિક પરેશાની પણ ઓછું કરે છે. વધેલા ફેટને ઓછું કરવા માટે નૌકાસન યોગ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. તેનાથી પેટની ચરબી જે રીતે ઓછી થશે તમે તેનો બદલાવ જાતે જ જોઈ શકશો અને અનુભવી શકશો.

મોડી રાત્રે ભોજન ટાળો
મોડી રાત્રે ભોજન લેવાથી પણ પેટની ચરબી વધી શકે છે. હંમેશા ઊંઘવાના બે કલાક પહેલા જ રાતનું ભોજન લો. આ ઉપરાંત તમે ઈચ્છો તો રાત્રે જમવામાં હળવું ભોજન જમો. જો ભોજન કર્યા પછી થોડું ચાલવાનું રાખશો તો તે પણ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Click on your DTH Provider to Add TV9 Gujarati