ચૂંટણીમાં હારેલા ભાજપના પૂર્વ ધારાસભ્યોને કમલમનું તેડું, આગામી સપ્તાહે યોજાશે મંથન બેઠક

આગામી સપ્તાહે ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યલમ કમલમ ખાતે, ચૂંટણીમાં હારી ગયેલા ભાજપના પૂર્વ ધારાસભ્યોની બેઠક યોજાશે. પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ બેઠકમાં,  ગુજરાત વિધાનસભાની 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં હારેલા ભાજપના ઉમેદવારોને બોલાવ્યા છે.  આ એવા ઉમેદવારોને બેઠક છે કે જેઓ એકવાર કે તેથી વધુવાર ચૂંટણીમાં જીત્યા હોય પરંતુ પછીની ચૂંટણીમાં હાર્યા હોય. […]

ચૂંટણીમાં હારેલા ભાજપના પૂર્વ ધારાસભ્યોને કમલમનું તેડું, આગામી સપ્તાહે યોજાશે મંથન બેઠક
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 28, 2020 | 11:11 AM

આગામી સપ્તાહે ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યલમ કમલમ ખાતે, ચૂંટણીમાં હારી ગયેલા ભાજપના પૂર્વ ધારાસભ્યોની બેઠક યોજાશે. પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ બેઠકમાં,  ગુજરાત વિધાનસભાની 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં હારેલા ભાજપના ઉમેદવારોને બોલાવ્યા છે.  આ એવા ઉમેદવારોને બેઠક છે કે જેઓ એકવાર કે તેથી વધુવાર ચૂંટણીમાં જીત્યા હોય પરંતુ પછીની ચૂંટણીમાં હાર્યા હોય.

RAMANLAL VORA

કમલમ ખાતે યોજાનાર હારી ગયેલા પૂર્વ ધારાસભ્યોમાં  વિધાનસભાની પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા, પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલ, પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી, પૂર્વ સામાજીક ન્યાય અને અધિકારીતા પ્રધાન આત્મારામ પરમાર, જયનારાયણ વ્યાસ અમદાવાદના ભૂષણ ભટ્ટ અને જગરૂપસિંહ રાજપૂત સહીત કુલ 40 જેટલા પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ તમામ લોકોની બેઠક આગામી બુધવારને 2જી સપ્ટેમ્બરે યોજાશ

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

BHUSAN BHATT

મહત્વનું છે કે પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ, સંગઠનને મજબૂત કરવા માટે, તેમજ કાર્યકર્તાઓને કામમાં ફરીથી ઉત્સાહ સાથે જોતરવા માટે, એક બાદ એક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેમના ભાષણોમાં જ્યાં એક તરફ તેમને અત્યાર સુધી તેમણે જૂથવાદ પર નિશાનો સાધ્યો છે ત્યાં જ કોંગ્રેસમાંથી નેતાઓ માટે ભાજપ સમાવેશનો રસ્તો બંધ કરવાનો પણ સંદેશ આપ્યો. એ તમામની વચ્ચે છેલ્લી ત્રણ ચૂંટણીમાં હારનો સામનો કરનાર પૂર્વ ધારાસભ્યને બેઠકમાં બોલાવ્યા છે. SHANKAR CHOUDHRI

વર્ષ 2017 માં ભાજપની સરકાર તો બની. પરંતુ ચૂંટણીમાં 100નો આંકડો પાર ના કરી શક્યા.  99 બેઠક પર જ ભાજપે જીત મેળવીને સંતોષ માનવો પડ્યો હતો. જ્યાં બીજી તરફ કોંગ્રેસ 77 બેઠક સાથે વિપક્ષ તરીકેનું મેન્ડેડ સ્વીકાર્યું હતું. જો કે વર્ષ 2020 આવતા સુધીમાં કોંગ્રેસનું સંખ્યા બળ 77 માંથી ઘટીને 64 પર આવી ગઈ. જો કે રાજકીય વિશ્લેષકોના મતે આ તડજોડની રાજનીતિની ભાજપ સત્તા પર ટકી રહી અને કોંગ્રેસ નબળી બનતી ગઈ પરંતુ એની સીધી અસર ભાજપના કાર્યકર્તાઓ તથા નેતાઓ પર થઈ રહી છે.

AATMARAM PARMAR

કોંગ્રેસને નબળી પાડવા માટે કોંગ્રેસના જીતેલા mlaના સમય સાથે ભાજપમાં સમાવેશ કરવામાં આવે છે અને જીતની જવાબદારી પણ ભાજ ના કાર્યકર્તાઓ અને કેટલાક કિસ્સાઓમાં તો ભૂતકાળમાં ભાજપ તરફથી જે ઉમેદવાર કોંગ્રેસ સામે લડ્યો હોય એને સોંપવામાં આવે છે જેના કારણે પાર્ટીમાં આતરિક રીતે એક વૈમન્સય ઉભું થઈ રહ્યું છે અને જે ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હારી ગયા છે એમને કોરાણે મૂકી દેવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. આ અંગે કેટલાક સૂચનો પણ ભાજપ પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ હોદ્દેદારોને મળ્યા હતાં.

આગામી સમયમાં જ્યારે 8 બેઠકો પર પેટાચૂંટણી આવી રહી છે. સાથે જ વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજશે. એ પહેલાં જ તમામ પૂર્વ mla સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે તે સમયે હાર ના કારણો પર પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ 2017 થી 2020 સુધીમાં પોતાના મતવિસ્તારમાં કેટલા એક્ટિવ રહ્યા તેમજ જે તે મતવિસ્તારમાં વર્તમાન રાજકિય તેમજ સામાજિક પરિસ્થિતિ શુ છે? કોવિડ દરમ્યાન કેવી રીતે કામગીરી કરવામાં આવી. આ સમય દરમ્યાન કેવા પ્રકાર ની સમસ્યા નો થઈ તેમજ કોંગ્રેસમાં ઉમેદવારને ભાજપમાંથી ટીકીટ આપવાથી શુ પરિસ્થિતિ સર્જાય છે આવા અનેક મુદ્દો પર ચર્ચા કરવામાં આવશે.

RAMAN VORA AT ELECTION

મહત્વ નું છે કે વર્ષ 2007 માં ભાજપ 117 બેઠકો પર જીત મેળવી હતી જેમાં વર્ષ 2012 માં 2 બેઠકો નો વધારો થયો 119 બેઠક સાથે ભાજપે જીત મેળવી જો કે દેશમાં વર્તમાન વડાપ્રધાન તેમજ તે સમય માં રાજ્ય ના તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતા માં યોજનાર ગુજરાત વિધાન સભા ની આ અંતિમ ચૂંટણી હતી. વર્ષ 2014 માં ભાજપે ગુજરાતમાં 26 માંથી 26 બેઠક પર જીત મેળવી સાથે જ નરેન્દ્ર મોદી દેશ માં વડાપ્રધાન બન્યા. જો કર સમય સાથે ગુજરાત માં પરિસ્થિઓ વણસી. એક બાદ એક આંદોલન તેમજ પાટીદાર અદોલન ના કારણે આનંદી બેન પટેલ ને પણ cm તરીકે રાજીનામુ આપવું પડ્યું.

RAJNI PATEL

વર્ષ 2017 ની ચૂંટણી હાલના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની અધ્યક્ષતા માં લડાનાર પ્રથમ વિધાનસભા ની ચૂંટણી હતી. જ્યારે પાટીદાર અદોલન ની અસર પ્રચંડ હતી. ભાજપ સતત 6 વાર ગુજરાતમાં સરકાર બનાવવામાં સફળ તો રહ્યો પરંતુ છેલ્લા 3 ટર્મ ની સૌથી ઓછી બેઠક મળી. અને સાથે જ ચૂંટણી માં હારેલા કેટલાક દિગગજ નેતાઓ કોરાણે મુકાઈ ગયા. આવા નેતાઓ અને માજી ધારાસભ્યો ને ફરી એક્ટિવ કરવાનો પ્રયાસ આ બેઠક માં કરવામાં આવશે એવું મનવામાં આવી રહ્યું છે ત્યારે આ મંથન માંથી શુ ફલશ્રુતિ રહેશે એની પર સૌની નજર છે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">