VIDEO: સરકારી શાળાના એક એવા શિક્ષક જે વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાન સાથે સ્વાસ્થ્યની પણ આપે છે તાલીમ

સુરતની સરકારી શાળામાં અભ્યાસ કરતા આ બાળકો અને શિક્ષકોના દૃશ્યો સામાન્ય છે. પણ સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળામાં આ શિક્ષક બીજા શિક્ષકો કરતા ખૂબ અલગ છે. 46 વર્ષના પ્રતાપભાઈ ઘુઘે પાસે અભ્યાસ સાથે ફિટનેસનો પણ મંત્ર છે. સ્કૂલમાં અભ્યાસ પહેલા અને અભ્યાસ બાદ તેઓ જીમમાં કલાકોની કસરત કરે છે. આ પણ વાંચોઃ અમદાવાદમાં […]

VIDEO: સરકારી શાળાના એક એવા શિક્ષક જે વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાન સાથે સ્વાસ્થ્યની પણ આપે છે તાલીમ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 04, 2019 | 3:22 PM
સુરતની સરકારી શાળામાં અભ્યાસ કરતા આ બાળકો અને શિક્ષકોના દૃશ્યો સામાન્ય છે. પણ સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળામાં આ શિક્ષક બીજા શિક્ષકો કરતા ખૂબ અલગ છે. 46 વર્ષના પ્રતાપભાઈ ઘુઘે પાસે અભ્યાસ સાથે ફિટનેસનો પણ મંત્ર છે. સ્કૂલમાં અભ્યાસ પહેલા અને અભ્યાસ બાદ તેઓ જીમમાં કલાકોની કસરત કરે છે.

હાલ તેમની ઉંમર ભલે 46 વર્ષ હોય પણ યુવાનીના સમયમાં જ તેમને એ સમજ આવી ગઈ કે, સારા જીવન માટે સારું આરોગ્ય અને તંદુરસ્ત રહેવું કેટલું જરૂરી છે. આ જ કારણથી તેઓએ પોતાના શરીરને ફીટ રાખવા જિમ જોઈન કર્યું. સુરતમાં તેમના પોતાના 2 જિમ પણ ચાલે છે. જ્યાં તેઓ ભલભલા નવયુવાનોને પણ શરમાવી કાઢે તેવી અંગ કસરતો કરીને શરીરને ખડતલ બનાવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

આ તો થઈ જીમમાં પરસેવો પાડીને પોતાની જાતને ફિટ એન્ડ ફાઇન રાખવાની વાત. પણ પ્રતાપભાઈની મહેનત અહીં પૂર્ણ થતી નથી. સરકારી શાળામાં અભ્યાસ કરાવવું એ તેમનું સપનું પણ હતું. અને આ જ કારણથી તેઓ જિમ ચલાવવાની સાથે સાથે સરકારી શાળામાં છેલ્લા 20 વર્ષથી અભ્યાસ પણ કરાવે છે. સુરતની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિમાં અંદાજે 3 હજાર જેટલા શિક્ષકો ભણાવે છે. પણ તે બધામાં માત્ર સૌથી ફિટ શિક્ષકોમાં એકમાત્ર પ્રતાપ ઘુઘેનું જ નામ છે. અહીં તેઓ વિદ્યાર્થીઓને તમામ વિષયોનું શિક્ષણ તો આપે જ છે. પણ સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ દરમ્યાન શરીરને અને મનને કેવી રીતે તંદુરસ્ત રાખવું તેનો ડોઝ પણ આપે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તંદુરસ્તી માટે શારીરિક શિક્ષણનું પુસ્તકીયું જ્ઞાન તો આ બાળકો મેળવે જ છે. સાથે સાથે આરોગ્યને ફીટ રાખવા માટે પ્રેક્ટિકલ જ્ઞાન આ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક બની રહે છે. એટલે જ તો માત્ર વિદ્યાર્થીઓ જ નહીં. પણ શિક્ષકો પણ આ શિક્ષક પાસે ફિટનેસ ફંડા મેળવે છે. તાજેતરમાં જ પીએમ મોદીએ ફીટ ઇન્ડિયાનો મંત્ર દેશવાસીઓને આપ્યો છે. તેવામાં સુરત નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના આ બાહુબલી શિક્ષકે આ મંત્રને બખૂબી અપનાવ્યો છે. અને તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાની સાથે આ સંદેશો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીને શિક્ષકની ફરજ પણ સારી રીતે અપનાવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">