હિંમતનગરમાંથી કાર ભાડે મેળવીને છેતરપિંડી આચરતો ગાંધીનગરનો એક શખ્સ ઝડપાયો

હિંમતનગરમાંથી કાર ભાડે મેળવીને છેતરપિંડી આચરતો ગાંધીનગરનો એક શખ્સ ઝડપાયો છે. NRI પેસેન્જરોને સેલ્ફ ડ્રાઈવ પર કાર ભાડે જોઈતી હોવાની વાત સાથે લલચાવીને કાર મેળવતો હતો. મોંઘા ભાડે કાર મેળવીને ગુનાખોરી આચરનારાઓને વેચી દેતો હોવાનો આરોપીએ ખુલાસો કર્યો છે. આ પણ વાંચોઃ રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ જેલની બહાર આવ્યો અને માણસા પોલીસે ધરપકડ કરી Web […]

હિંમતનગરમાંથી કાર ભાડે મેળવીને છેતરપિંડી આચરતો ગાંધીનગરનો એક શખ્સ ઝડપાયો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 23, 2020 | 11:28 AM

હિંમતનગરમાંથી કાર ભાડે મેળવીને છેતરપિંડી આચરતો ગાંધીનગરનો એક શખ્સ ઝડપાયો છે. NRI પેસેન્જરોને સેલ્ફ ડ્રાઈવ પર કાર ભાડે જોઈતી હોવાની વાત સાથે લલચાવીને કાર મેળવતો હતો. મોંઘા ભાડે કાર મેળવીને ગુનાખોરી આચરનારાઓને વેચી દેતો હોવાનો આરોપીએ ખુલાસો કર્યો છે.

આ પણ વાંચોઃ રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ જેલની બહાર આવ્યો અને માણસા પોલીસે ધરપકડ કરી

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જો તમારી કારને કોઈ ઉંચા ભાડે મેળવવાની લાલચ આપે તો, કારને ભાડા પર આપતા પહેલા સો વાર વિચાર કરજો. આ કિસ્સો સાંભળીને ચોંકી જવાઈ તેવું છે. કારણ કે, ગુનાખોરીમાં સામે આવેલી કારને લઈને પોલીસ શોધતી તમારા ઘરના દરવાજે પહોંચી શકે છે. ચમચમાતી કારને ભાડે મેળવવાને બહાને છેતરપિંડી આચરનારો શખ્સ હિંમતનગર શહેરના બી-ડિવઝન પોલીસે ઝડપી લીધો છે. ઝડપાયેલો આરોપી ગાંધીનગરમાં પોતાની ઓફીસ હોવાનું જણાવી કાર ભાડે આપનારાઓનો સંપર્ક કરતો હતો. જે બાદ ખાનગી કારને ભાડે મેળવતો અને પછી કારને ગુનાખોરીની દુનિયાના લોકોને વેચી દેતો હતો અને ખાસ કરીને દારુની હેરાફેરી કરનારાઓને.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઝડપાયેલો આ શખ્સ મિહિર પટેલ છે. તે ગાંધીનગરના દહેગામ તાલુકાના સાણોદા ગામનો રહેવાસી છે. કાર ભાડે આપનારા કે, ઘરેલું ગાડીના માલીકનો સંપર્ક કરતો હતો અને તેમની કારને સેલ્ફ ડ્રાઈવ એટલે કે ડ્રાઇવર વિના જ ભાડે માંગતો હતો. પોલીસે છ જેટલી કારની છેતરપિંડી બે શખ્સોએ આચરી હોવાની તપાસ હાથ ધરતા એક મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લેતા વેચી દીધેલી છ કાર પોલીસે પરત મેળવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સાબરકાંઠા SP ચૈતન્ય મંડલીક ગુનાની તપાસને લઈને કહે છે કે, હિંમતનગરની છ જેટલી કારની છેતરપિંડી આચરી હતી. તે તમામ કારને મેળવી લેવામાં આવી છે. આ કારનો ગુનામાં ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મોટાભાગે દારુની હેરફેર કરનારા શખ્સોને કારની જરુર હોવાને લઈને મિહિર તે કારને તેવા શખ્સને વેચી દેતો હતો. જેને લઇને એક કાર અમદાવાદની ક્રાઈમ બ્રાંચે ઝડપી લેતા જ કારની તપાસમાં જ આખરે સમગ્ર મામલો કાર ભાડે આપનાર માલીક સુધી પહોંચ્યો હતો. હિંમતનગરની બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI અલ્કેશ ગઢવીએ તપાસ હાથ ધરતા છ જેટલી કારની છેતરપિંડી આચરાઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસનો દૌર શરુ કરતા જ મોટાભાગની કારને દારુની હેરફેરમાં જ વેચી હોવાને લઈને રાજસ્થાનમાંથી પણ અન્ય કાર મળી આવી હતી.

તો અન્ય એક કાર રાજકોટથી મળી આવી હતી. સુરેન્દ્રનગરમાં પોલીસ પર ફાયરીંગ કરીને ગુના આચર્યો હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું. પોલીસે હવે મિહિર પટેલના ભાગીદાર વિનેશ ઠેસીયાની પણ શોધખોળ હાથ ધરી છે. છ જેટલી કારની ૪૧ લાખ જેટલી કિંમતની બંને આરોપીઓએ પોતાની ટ્રાવેલ્સ એજન્સી હોવાના બહાને છેતરપિંડી આચરી હતી. પોતાની ઓફિસ ગાંધીનગરમાં હોવાનુ તરકટ રચ્યું હતું. પોલીસે હવે ગાંધીનગર અને અમદાવાદમાંથી પણ આવી રીતે કારની છેતરપિંડી આચરી હોઇ શકે છે. તે દીશામાં પણ તપાસ હાથ ધરી છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">