અમદાવાદનાં ગોતા હાઉસિંગમાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળ્યો, બાળકીની માતાના પ્રેમીએ જ કરી બાળકીની હત્યા, ક્રાઇમ બ્રાન્ચે મૃતક બાળકીના માતાના પ્રેમીની કરી અટકાયત

https://tv9gujarati.com/latest-news/amdaavad-na-gota…-baadki-ni-hatya-160329.html
https://tv9gujarati.com/latest-news/amdaavad-na-gota…-baadki-ni-hatya-160329.html

અમદાવાદનાં ગોતા હાઉસિંગમાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ આખરે મળી આવ્યો હતો. 7 વર્ષની બાળકીની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું જે બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મૃતક બાળકીના માતાના પ્રેમીની અટકાયત કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે બાળકીની માતાના પ્રેમીએ જ બાળકીની હત્યા કરી હતી.. મૃતક બાળકીની માતાને ત્રણ દીકરીઓ છે અને પ્રેમી, મૃતકની માતાની દીકરીઓને સાથે લઇ જવા ન્હોતો માગતો. માતાનો પ્રેમી અન્ય દીકરીઓની પણ હત્યા કરવાની ફિરાકમાં હતો જો કે ક્રાઇમ બ્રાન્ચે પ્રેમી અને અન્ય એક વ્યક્તિની હાલમાં અટકાયત કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવીમાં એક બાઇકના આધારે શકમંદને ઓળખી લીધો હતો. શકમંદ પોતે બાળકીના મૃતદેહના સ્થળે પોલીસને લઇ ગયો હતો.

READ  VIDEO: વડોદરામાં હાથીખાના, ફતેપુરામાં થયેલા તોફાન મામલે ક્રાઈમ બ્રાંચ કરશે તપાસ, ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments