67 વર્ષીય અનુપ જલોટા અને જસલીન મથારુની તસવીર ઈન્ટરનેટ પર થઈ વાયરલ, જાણો શું છે હકીકત

67 વર્ષીય અનુપ જલોટા અને જસલીન મથારુની તસવીર ઈન્ટરનેટ પર થઈ વાયરલ, જાણો શું છે હકીકત

ભજન સમ્રાટ અનૂપ જલોટા અને જસલીન મથારુ હંમેશા ચર્ચામાં રહે છે અને બંનેના ફોટા હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલ સોશિયલ મીડિયા પર તેમની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં અનુપ જલોટાએ માથા પર સહેરો બાંધેલો છે તો તેમની સાથે એક્ટ્રેસ જસલીન મથારુએ પણ દુલહનના વસ્ત્રો પહેર્યા છે. આ દરમિયાન તે બંને એકદમ ખુશ દેખાઈ રહ્યા છે. આ ફોટો જોઈને સવાલ એ થાય છે કે શું આ બંનેએ લગ્ન કરી લીધા છે? હકીકતમાં બંને એક ફિલ્મમાં સાથે નજરે પડવાના છે, જેનુ નામ છે ‘વો મેરી સ્ટુડન્ટ હે’ અને આ ફિલ્મમાં અનૂપ જસલીનનું કન્યાદાન કરે છે. જસલીને સોશિયલ મીડિયા પર ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. જેમાં તે અનુપ જલોટા સાથે જોવા મળી રહી છે.

67 Varshiya anup jalota ane jaslin matharu ni tasvir internet par thai viral jano shu che hakikat

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આપને જણાવી દઈએ કે જસલીન મથારુ જ્યારે બિગ બોસ 12માં અનૂપ જલોટા સાથે જોડાવા માટે આવી ત્યારે તેમની મિત્રતા અંગે અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થયા હતા. જસલીન મથારુએ ‘બિગ બોસ 12’ માં અનુપ જલોટાની ગર્લફ્રેન્ડ બનીને પ્રવેશ કર્યો હતો અને ત્યારે તે ખૂબ ચર્ચામાં પણ રહી હતી. જો કે આ જોડીમાંથી કોઈ પણ ફાઈનલમાં પહોચ્યું નહોતું, પરંતુ ઘરની બહાર આવ્યા પછી પણ બંને તેમના સંબંધોને લઈને ઘણી ચર્ચામાં રહ્યાય ત્યારે હવે ફરી તેમણે એવું કાંઈક કર્યું છે જેને કારણે તેઓ ચર્ચામાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati