VIDEO: સુરતમાં ફાયર સેફ્ટીની પુરતી સુવિધા નહી ધરાવતી 6 શાળાઓને સીલ કરવામાં આવી

સુરતમાં ફાયર સેફ્ટીની પુરતી સુવિધા નહી ધરાવતી 6 શાળાઓને સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્રારા સીલ કરવામાં આવી છે. શાળાને સીલ કરતા, શૈક્ષણિક કાર્ય ઉપર અસર જોવા મળી હતી. શાળા ઉપરાંત 3 કોમર્શીયલ બિલ્ડીગ અને દુકાનોને પણ ફાયર સેફ્ટીના અભાવે સીલ કરવામાં આવ્યા છે. સુરતમાં ફાયર વિભાગની કાર્યવાહી દિન પ્રતિદિન કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ […]

VIDEO: સુરતમાં ફાયર સેફ્ટીની પુરતી સુવિધા નહી ધરાવતી 6 શાળાઓને સીલ કરવામાં આવી
Follow Us:
| Updated on: Sep 26, 2019 | 4:30 AM

સુરતમાં ફાયર સેફ્ટીની પુરતી સુવિધા નહી ધરાવતી 6 શાળાઓને સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્રારા સીલ કરવામાં આવી છે. શાળાને સીલ કરતા, શૈક્ષણિક કાર્ય ઉપર અસર જોવા મળી હતી. શાળા ઉપરાંત 3 કોમર્શીયલ બિલ્ડીગ અને દુકાનોને પણ ફાયર સેફ્ટીના અભાવે સીલ કરવામાં આવ્યા છે.

સુરતમાં ફાયર વિભાગની કાર્યવાહી દિન પ્રતિદિન કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા રાત્રીના સમયે મોટાભાગે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, તેવામાં ગત રાત્રીના સમયે ફાયર વિભાગ દ્વારા ચોક બજાર વિસ્તારમાં આવેલી સર જે જે સ્કૂલને સીલ મારવામાં આવ્યું, તે ઉપરાંત શહેરની બીજી 5 સ્કૂલોને પણ ફાયરના સાધનો ના હોવાને લઈને સીલ કરવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જેમાં વાત કરવામાં આવે તો ચોક બજાર વિસ્તારમાં આવેલી સર જે જે સ્કૂલ, સિંગાપોર રોડ પર આવેલી નીલકંઠ વિદ્યાલય, વેડ રોડ પર આવેલી મારુતિ વિદ્યલાય, લોક ભરતી સ્કૂલ,અને ડુમસ રોડ પર આવેલી સી વી ભંડારી સ્કૂલોમાં સીલ માર્યા છે. સીલ મારતા જ બાળકોને ભારે હાલાકી ભોગવી પડી હતી ઉપરાંત 3 કોમર્શીયલ બિલ્ડીંગને અને કેટલીક દુકાનો ને સીલ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">