રાજ્યમાં નવા 191 કેસ સાથે કોરોનાના કુલ દર્દી 2815 થયા, જાણો જિલ્લા મુજબ કેસની વિગત

રાજ્યમાં નવા 191 કેસ સાથે કોરોનાના કુલ દર્દી 2815 થયા, જાણો જિલ્લા મુજબ કેસની વિગત


ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં છે.  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 191 કેસ સામે આવ્યા છે. આજે કુલ 15 લોકોએ કોરોના સામે જિંદગીનો જંગ હાર્યો છે તો 7 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. જિલ્લાવાર નવા કેસની વિગત જોઈએ તો અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 169 કેસ, સુરતમાં 06 કેસ, વડોદરામાં 05 કેસ, આણંદમાં 03 કેસ, ગાંધીનગરમાં 01 કેસ, ભાવનગરમાં 01 કેસ, બોટાદમાં 01 કેસ, પંચમહાલમાં 03 કેસ અને વલસાડમાં 01 કેસ નોંધાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આજે નવા નોધાયેલા કેસની જિલ્લાવાર વિગત

આજના નવા નોંધાયેલા 191 કેસના લીધે રાજ્યમાં કોરોના વાઈરસના કુલ દર્દીની સંખ્યા 2815 થઈ ગઈ છે.  કુલ 127 લોકોએ અત્યારસુધીમાં કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. જ્યારે 265 લોકો રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણથી સ્વસ્થ થયા છે.  29 દર્દીઓની તબિયત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 2394 દર્દીઓની તબિયત સ્થિર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જુઓ જિલ્લાવાર કોરોના વાઈરસના કેસની વિગત

Corona Case Gujarat Latets Update

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યમાં અત્યાર સુધી કેટલાં કોરોના વાઈરસના ટેસ્ટ

કોરોના વાઈરસના ટેસ્ટિંગને લઈને વિગત જોઈએ તો રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 43822 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 2815 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે 41007 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે 33734 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Click on your DTH Provider to Add TV9 Gujarati